આઈપીઓના શેર વેચવાની પ્રક્રિયા શું છે?

1 min read
by Angel One

આઈપીઓમાં રોકાણ કરવું ફાઇનાન્શિયલ માર્કેટપ્લેસમાં એક નવો ટ્રેન્ડ છે કારણ કે તેમાં ઘણીબધી સંભાવના રહેલી હોય છે અને ફાયદા થાય  છે.માટે તમે રોકાણ કરો તે અગાઉ, ચાલો આઈપીઓના વિવિધ પરિબળો વિશે વિગતવાર જાણકારી મેળવીએ.

આઈપીઓ માટે અરજી કરતા રોકાણકારોની સંખ્યામાં વધારો થવા પાછળના કેટલાક મુખ્ય કારણો તેના લાભો, સરળ અરજી પ્રક્રિયા, કિંમતની પારદર્શિતા અને લાંબા ગાળાના લક્ષ્યોને પહોંચી વળવાની ક્ષમતા વિશે જાગૃતિ વધી રહી છે. એકવાર કંપની લિસ્ટેડ થયા પછી તમે આઈપીઓના શેર વેચી શકો છો અથવા તમારા લાંબા ગાળાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે તેમને જાળવી રાખી શકો છો. જો કે, જો તમે તમારા આઈપીઓના શેર વેચવાનું પસંદ કરો છો તો તમારે વ્યૂહાત્મકની દ્રષ્ટિએ વિચારવું જોઈએ અને તે માટે આયોજન કરવું જોઈએ. વેચતા પહેલાં તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ અને વેચાણ કેવી રીતે કરવું તે અંગેઆ લેખમાં આપણે જાણકારી મેળવશું. પરંતુ આગળ વધતા પહેલાં, ચાલો ઝડપથી મૂળભૂત બાબતોને વિશેષપણે જોઈ લઈએ..

આઈપીઓ શું છે?

આઈપીઓ એટલે કે પ્રારંભિક જાહેર ભરણું, આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા  ખાનગી કંપની પહેલીવાર જાહેર કંપની બને છે. આઈપીઓ દ્વારા કંપનીનું નામ સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ થાય છે અને કંપનીના શેર લોકો માટે ટ્રેડ (કામકાજ) કરવા  ઉપલબ્ધ બને છે. જો શેર તમને આઈપીઓ મારફતેફાળવવામાં આવે છે તો તે શેર તમારા ડિમેટ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. હવે, તમે તમારા શેર વેચવા માંગો છો અથવા તેને હોલ્ડ (જાળવી રાખવા) કરવા માંગો છો કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. જો કે, તમે તમારા શેરો વેચતા પહેલાં કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવાની જરૂર છે.

આઈપીઓના શેર વેચતા પહેલાં તમારે ધ્યાનમાં લેવા જેવાકેટલાક પરિબળો

આપણે તેને કેવી રીતે વેચવા તે જાણતા પહેલાં આઈપીઓના શેર વેચવા માટે વિચારવાને લગતા પરિબળો પર એક નજર નાખીએ.

1. જોખમ

અન્ય કોઈપણ માર્કેટ સાધનની જેમ IPO માં જોખમ શામેલ છે. તેથી તમારે કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારા પોર્ટફોલિયો પર  જોખમ લેવાની ક્ષમતા અને તમારા આઈપીઓ શેર વેચવાની અસરને ધ્યાનમાં લેવી જોઈએ.

2. કરવેરાની અસરો

આઈપીઓના શેર વેચાણ વિશે તમારે જાણવા જેવી સૌથી મહત્વની બાબતો પૈકી એક છે કે વેચાણ પર મળતો નફો કરપાત્ર છે. જો તમે લિસ્ટિંગના દિવસેઆઈપીઓ માં ફાળવવામાં આવેલા શેર વેચો છો અથવા લિસ્ટિંગના પ્રથમ વર્ષની અંદર વેચાણ કરો છો, તો તમે તમારા નફા પર શૉર્ટટર્મ કેપિટલ ગેઇન ટૅક્સ ચૂકવવાની જવાબદારી રહેશે. બીજી તરફ, જો તમે એક વર્ષ પછી શેર વેચો છો, તો તમે તમારા ટૅક્સને વધુ સારી રીતે ઑપ્ટિમાઇઝ કરી શકો છો.

3. વેચવા માટેના પ્રતિબંધો

સામાન્ય રીતેઆઈપીઓના શેરો વેચવા પર એક લૉકઅપ સમયગાળો હોય છે જેથી શેરોના બજાર મૂલ્ય ઘટી શકે છે. જો તમારા માટે શેર વેચવા અને તે અનુસાર તમારા વેચાણનો નિર્ણય લેવા માટે કોઈ પ્રતિબંધ છે તો વેરિફાઇ કરો.

આ પણ વાંચો આઈપીઓ માટે કેવી રીતે અરજી કરવી

આઈપીઓમાં ફાળવવામાં આવેલા શેર કેવી રીતે વેચવા?

એકવાર તમે આઈપીઓના શેર વેચવાનો નિર્ણય લીધો હોય તો પછી, નીચેની કોઈપણ વ્યૂહરચના તમારા માટે ઉપયોગી રહેશે.

1. લિસ્ટિંગના દિવસે શેરનું વેચાણ કરવું

સંશોધકો અને વિશ્લેષકોના મતે મોટાભાગના આઈપીઓ અન્ય ટ્રેડિંગ સત્રોની તુલનામાં લિસ્ટિંગના દિવસે સારી રીતે કામ કરે છે. આમ, લિસ્ટિંગના દિવસેવેચાણ 2-3 વર્ષ પછી વેચવા કરતાં વધુ સારું માનવામાં આવે છે. જો કે, તમારે લિસ્ટિંગના દિવસે વેચાણ કરવું કે નહીં તે નક્કી કરવા માટે પ્રીમાર્કેટ સત્ર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તે ક્યાં શેર કરવાનો છે તેનો યોગ્ય અંદાજ આપે છે. ઉદાહરણ તરીકે, જો પ્રીમાર્કેટ સેશનમાં 70-80% રિટર્ન છે, તો લિસ્ટિંગના દિવસે વેચચાણ સારો નિર્ણય છે.

2. તમારા રોકાણને કવર કરવા  લિસ્ટિંગના દિવસે આંશિક વેચાણ કરી શકાય

ફક્ત આંશિક શેર વેચવું એ કેટલાક ભાગને જાળવી રાખતી વખતે તમારા પ્રારંભિક રોકાણને રિકવર કરવાની એક શ્રેષ્ઠ રીત છે. ચાલો તેને એક ઉદાહરણ સાથે સમજીએ – શ્રી એ દરેક રૂપિયા200 પર 150 શેર ધરાવે છે અને તેમનું કુલ ઇન્વેસ્ટમેન્ટ રૂપિયા 30,000 છે. જો સ્ટૉકની કિંમત તમને લિસ્ટિંગ દિવસે 40% રિટર્ન આપે છે તો ઓપનિંગ પ્રાઈઝ રૂપિયા 280 હશે. આ વ્યૂહરચના હેઠળ, તેમણે રોકાણ કરેલી રકમને પુનઃપ્રાપ્ત કરવા માટે 150 શેરોમાંથી 108 શેરો વેચવા જોઈએ. તેઓ સારા રિટર્ન મેળવવા માટે બાકીના 42 શેર લાંબા સમય સુધી રાખી શકાય છે. આ વ્યૂહરચના સાથે, તમે રોકાણ કરતી વખતે તમારા દ્વારા થયેલા રોકાણને કવર કરી શકો છો. જો ભવિષ્યમાં શેરની કિંમતો વધે છે તો તે તમને નફો કરવામાં મદદ કરે છે.

3. હપ્તાઓમાં વેચાણ

અન્ય વ્યૂહરચના જે તમે એક સમયે નાના પ્રમાણમાં વેચી શકો છો. વ્યૂહરચના મુજબ, તમે કંપનીના ત્રિમાસિક રિપોર્ટ બાદ વેચવાનું પસંદ કરી શકો છો. તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે તે તમને આગામી ત્રિમાસિકમાં સ્ટૉકની કિંમતો ઘટવાની અથવા વધવાની સંભાવના છે કે નહીં તે વિશે એક વિચાર આપશે.

4. વેચાણ 50% અપફ્રન્ટ અને દર ત્રિમાસિક 10%

તે અન્ય હપ્તા થી વેચાણ વ્યૂહરચના છે, પરંતુ તેમાં તફાવત સમાન જથ્થામાં વેચવાને બદલે  તમે તમારા પ્રારંભિક રોકાણને  રિકવર કરી  50% અગાઉથી વેચી શકો છો. બાકીના 50%, તમે કંપનીના ત્રિમાસિક રિપોર્ટના આધારે દરેક 10% ના 5 હપ્તામાં વેચી શકો છો. સામાન્ય રીતે, વ્યૂહરચનાએ લગભગ 40-50% લાભ પર લિસ્ટેડ કંપનીઓ સાથે સારી રીતે કામ કર્યું છે.

નોંધ: કૃપા કરીને નોંધ કરો કે સામાન્ય વેચાણ વ્યૂહરચના છે અને તેના પરિણામે સંપૂર્ણપણે તમારા નાણાંકીય સ્થિતિ અને લક્ષ્યાંકો પર આધારિત છે. તમને વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરવા માટે કૃપા કરીને તમારા ફાઇનાન્શિયલ સલાહકાર સાથે વાત કરો.

આઈપીઓના શેરનું ક્યારે વેચાણ કરવું?

અન્ય એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે તમે આઈપીઓના શેરનું ક્યારે વેચાણ કરી શકો છો, ખરુ ને? આઈપીઓના શેર વેચવા સંપૂર્ણપણે તમારા ફાઇનાન્શિયલ લક્ષ્યાંકો પર આધારિત છે. જો કે, વેચતા પહેલાં, તમારે જાણવાની જરૂર છે કે જ્યારે તમે  વેચાણ વ્યૂહરચનાને ધ્યાનમાં લીધા વિના, બજારમાં વેચવા અને બહાર નીકળવાનો નિર્ણય કરો છો ત્યારે તમે કેટલો નફો કરો છો.

સામાન્ય રીતે, રોકાણકારો આઈપીઓનાલિસ્ટીંગના દિવસે તેમના શેર વેચતા હોય છે કારણ કે વર્ષના અંતની તુલનામાં કિંમતો વધુ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો,આઈપીઓના શેર વેચવા માટે કોઈ યોગ્ય સમય નથી કારણ કે તેઓ તેમના ફાઇનાન્શિયલ લક્ષ્યાંકોના આધારે એક રોકાણકારથી બીજા માટે અલગ હોઈ શકે છે. એક અન્ય મહત્વપૂર્ણ બાબત જે તમારે જાણવી જોઈએ કે, લિસ્ટિંગના દિવસમાં નિયમિત દિવસોમાં સવારે 09:15 વાગ્યાથી  નહીં પણ ટ્રેડિંગ 10:00 વાગે શરૂ થાય છે. તેથી, તમારે નફો કમાવવા માટે બજારમાંથી બહાર નીકળવા માટે યોગ્ય સમયે યોગ્ય વેચાણ વ્યૂહરચનાનો અમલ કરવાની જરૂર છે.

તારણ

આઈપીઓ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ખાનગી કંપની જાહેર થઈ જાય છે અને રોકાણકારોને પ્રારંભિક તબક્કે વ્યાપક વિકાસની ક્ષમતા સાથે કંપનીનો ભાગ બનવાની તક મળે છે. ભવિષ્યની યોગ્યતાના આધારેઆઈપીઓમાંથી માટે બહાર નીકળવાની યોજના હોવી જરૂરી છે, જેથી તમે તમારો ઑર્ડર આપો છો. ઉપરોક્ત વ્યૂહરચના તમારા બહાર નીકળવાની વ્યૂહરચનાની યોજના બનાવવા માટે તમારા માટે ઉપયોગી બનશે, અને તમે તેમને તમારા ફાઇનાન્શિયલ લક્ષ્યાંકોને અનુરૂપ પણ ફેરફાર કરી શકો છો. એકવાર તમને તમારા રોકાણ યોજના વિશે ખાતરી કર્યાં પછી, ડિમેટ એકાઉન્ટ ખોલીને તમારી આ યાત્રા શરૂ કરો.