આજકાલ, વધુ અને વધુ કારોબાર આંતરરાષ્ટ્રીય બની રહ્યા છે, આંતરરાષ્ટ્રીય સાઇટ્સપરથી ખરીદી સરળ બની ગઈ છે અને વિદેશી દેશોમાં મુસાફરી કરવી તે એક નવુ વલણ બની ગયુ છે. તે ઇન્ટરનેટને આભારી છે. પરંતુ તમારા મહેનતથી કમાયેલા પૈસાને સુરક્ષિત કરવા માટે તમારે ફોરેન એક્સચેન્જને લગતી આવક અને જાવકને જાણવી એટલી જ જરૂરી છે. સ્પૉટ એક્સચેન્જ રેટ શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તે ફૉર્વર્ડ એક્સચેન્જ રેટથી કેવી રીતે અલગ છે તે જાણવા માટે આ લેખ વાંચો.
સ્પૉટ એક્સચેન્જ રેટ શું છે?
તે દર જેના પર તમે વર્તમાન સમયમાં એક કરન્સીને અન્ય કરન્સી માં તબદિલ કરી શકો છો તે એક સ્પૉટ એક્સચેન્જ દર છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ઓપન માર્કેટ રેટ છે જેની તમારે અન્ય ચલણની ખરીદી કરવા ચુકવણી કરવી પડશે.
સામાન્ય રીતે, સ્પૉટ એક્સચેન્જ રેટ વિદેશી એક્સચેન્જ માર્કેટ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે, જ્યાં કરન્સી ટ્રેડર્સ, સંસ્થાઓ અને દેશો એકસાથે મળીને ટ્રેડ કરે છે. સ્પૉટ એક્સચેન્જ રેટનો વધુ ઊંડો અભ્યાસ કરતા પહેલા તમારે જાણવું જોઈએ કેફોરેન એક્સચેન્જ માર્કેટ ખૂબ જ લિક્વિડ એટલે કે તરલ હોય છે, જેમાં લાખો રૂપિયાના દરરોજ કામકાજ કરવામાં આવે છે. સૌથી સામાન્ય ટ્રેડ ધરાવતા ચલણોમાં અમેરિકી ડૉલર, યુરો, પાઉન્ડ, યેન અને કેનેડિયન ડોલર છે.
સ્પૉટ એક્સચેન્જ રેટ કેવી રીતે કામ કરે છે?
હવે તમે સ્પૉટ એક્સચેન્જ રેટ વિશે સમજણ કેળવી લીધી હશે તો ચાલો હવે સમજીએ કે તે કેવી રીતે કામ કરે છે. ધારો કે તમે ફોરેન ટ્રાન્ઝૅક્શનમાં પ્રવેશ કર્યો છે અને ચુકવણી તરત જ કરવી જરૂરી છે. આ કિસ્સામાં તમારે સ્પૉટ એક્સચેન્જ રેટ પર રકમ ચૂકવવી પડશે.
ટ્રાન્ઝેક્શનની તારીખે સામેલ બે પક્ષકારો સહમત થશે કે કરન્સી (એ) અન્ય કરન્સી(બી) માટે બદલવામાં આવશે ( તે દર સાથે જે દરે એક્સચેન્જ થશે. વધુમાં, સામેલ પક્ષકારો પણ સેટલમેન્ટની તારીખ અને એક્સચેન્જ બેંકની માહિતીને અંતિમ રૂપ આપશે (જો જરૂરી હોય તો). સામાન્ય રીતે, સ્પૉટ એક્સચેન્જ માટે સેટલમેન્ટની તારીખ ટ્રાન્ઝૅક્શનની તારીખ પછી કામકાજના 2 દિવસો છે (તેમાં કેટલાક અપવાદ છે).
જો મેં એકથી વધુ વાર વિદેશી એક્સચેન્જ પર ખરીદ અને વેચાણ કરતાં હોય તો શું થશે?
સામાન્ય રીતે, સ્પેક્યુલેટર્સ (સટોડીયા) સેટલમેન્ટની સમાન તારીખ માટે વિદેશી કરન્સી અનેક વખત ખરીદે છે અને વેચે છે. આવા કિસ્સામાં તમારા બધા ટ્રાન્ઝૅક્શનને નેટ ઑફ કરવામાં આવશે અને ફક્ત નેટ ગેઇન/લૉસ સેટલ કરવામાં આવશે.
સ્પૉટ એક્સચેન્જ ટ્રાન્ઝૅક્શન કેવી રીતે કરવું?
ઑનલાઇન ટ્રેડિંગમાં વૈવિધ્યતા ધરાવતા વિદેશી એક્સચેન્જ છે, જે તમને ઇલેક્ટ્રોનિક રીતે સ્પૉટ એક્સચેન્જને અમલમાં મુકવા માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવે છે. આ ટ્રાન્ઝૅક્શન કરવામાં ઉપયોગમાં લેવાતી કેટલીક સામાન્ય પદ્ધતિનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છે.
1. ડાયરેક્ટ એક્ઝિક્યુશન
એક સ્પૉટ એક્સચેન્જ કે 2 પક્ષકારો ટેલિફોન પર સંપર્ક કરીને અથવા ઇમેઇલ દ્વારા બીજા પક્ષકારને શામેલ કર્યા વિના અથવા કોમ્યુનિકેશનની અન્ય કોઈપણ પદ્ધતિને ડાયરેક્ટ એક્ઝિક્યુશન તરીકે ઓળખવામાં આવે છે.
2. ઇલેક્ટ્રોનિક બ્રોકિંગ સિસ્ટમ્સ
એક બ્રોકિંગ પ્લેટફોર્મ કે જે બે પક્ષકારોને ઑટોમેટેડ ઑર્ડર મેચિંગ સિસ્ટમ દ્વારા ટ્રેડમાં પ્રવેશ કરવાની મંજૂરી આપે છે તેને ઇલેક્ટ્રોનિક બ્રોકિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે.
3. ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ સિસ્ટમ્સ
આ સિસ્ટમ એક્સચેન્જની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડિઝાઇન કરેલા સૉફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરે છે. તમે આ સિસ્ટમ પર લાઇવ માર્કેટ રેટ જોઈ શકો છો, જે તમને નિર્ણયો લેવામાં મદદ કરશે. અહીં, તમારી પાસે બે વિકલ્પો છે – તમે મલ્ટીબેંક ડીલિંગ સિસ્ટમ અથવા સિંગલ–બેંક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ટ્રેડ કરી શકો છો.
4. ઇન્ટર–ડીલર વૉઇસ બ્રોકર
જ્યારે ટેલિફોનિક વાતચીત દ્વારા વિદેશી એક્સચેન્જ બ્રોકર સાથે સ્પૉટ એક્સચેન્જ ટ્રાન્ઝૅક્શન કરવામાં આવે છે ત્યારે તેને ઇન્ટર-ડીલર વૉઇસ બ્રોકર તરીકે ઓળખવામાં આવે છે. અહીં બ્રોકર એક ફાયનાન્સિયલ ઈન્ટરમીડિયેટરી છે જેનુકામ બે પક્ષકારો વચ્ચે સરળ ઇન્વેસ્ટમેન્ટ ટ્રાન્ઝૅક્શનની સુવિધા આપવાની છે (પક્ષો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા હોઈ શકે છે).
સ્પૉટ એક્સચેન્જ રેટ નિર્ધારિત કરતા પરિબળો
નીચે જણાવેલ કેટલાક પરિબળો છે જે સ્પૉટ એક્સચેન્જ રેટને નિર્ધારિત કરે છે.
1. ચુકવણીનું બૅલેન્સ
ચુકવણીનું બૅલેન્સ વિદેશી એક્સચેન્જની માંગ અને પુરવઠાને દર્શાવે છે, જે છેવટે કરન્સીની કિંમત નિર્ધારિત કરવામાં મદદ કરે છે. માટે જ્યારે કરન્સીની માંગ પુરવઠા કરતાં ઓછી હોય ત્યારે ચુકવણીની બૅલેન્સ ઓછી કહેવામાં આવે છે, આમ તેના મૂલ્યમાં ઘટાડો થાય છે. જો કે, જો માંગ વધુ હોય, તો કરન્સી તેનું મૂલ્ય પ્રાપ્ત કરે છે.
2. ફુગાવો (ઇન્ફ્લેશન)
દેશમાં ફુગાવાને કારણે નિકાસની કિંમતમાં વધારો થાય છે, જેના કારણે કરન્સીની માંગ ઘટી જાય છે. આ પરિસ્થિતિમાં ચલણનું મૂલ્ય પણ ઘટે છે.
3. મૂડીમાં ફેરફાર
જો દેશમાં વ્યાજ દરમાં વધારો થાય છે તો દેશમાં ટૂંકા ગાળામાં પૈસા પ્રવાહ થાય છે, જેના પરિણામે ચલણના વિનિમય દરમાં વધારો થાય છે. વ્યાજ દરમાં ઘટાડો થવાના કિસ્સામાં વિપરીત સ્થિતિ જોવા મળશે.
4. નાણાંનો પુરવઠો
દેશમાં નાણાંના પુરવઠામાં વધારો વિદેશી રોકાણો અને ખરીદીમાં વધારો કરે છે. તેના પરિણામે વિદેશી વિનિમય બજારોમાં ચલણના પૂરવઠામાં વધારો થાય છે, આમ, ચલણના મૂલ્યમાં ઘટાડો થાય છે.
5. રાષ્ટ્રીય આવક
રાષ્ટ્રીય આવક દેશના નાગરિકોની આવકને દર્શાવે છે. જ્યારે આવક વધે છે ત્યારે દેશમાં ચીજવસ્તુની માંગ પણ વધે છે. આ પરિસ્થિતિમાં જો ઉત્પાદન આવક પ્રમાણે વધતુ નથી, તો તે આયાતમાં વધારો કરે છે, આમ, કરન્સીના મૂલ્યને નકારાત્મક અસર કરે છે.
ફૉર્વર્ડ એક્સચેન્જ દરથી કેવી રીતે અલગ છે?
સ્પૉટ એક્સચેન્જ રેટ એ દર છે જેના પર કરન્સી સ્પૉટ (હાજર) પર એક્સચેન્જ કરવામાં આવશે. જ્યારે ફૉર્વર્ડ એક્સચેન્જ રેટ એ વિદેશી એક્સચેન્જ માર્કેટ ટ્રાન્ઝૅક્શન માટે હમણાં સંમત થયેલ દર છે જે ભવિષ્યની તારીખે થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ફૉર્વર્ડ એક્સચેન્જ રેટ એ ભવિષ્યમાં સહમત થતો એક્સચેન્જ રેટ છે, અને સ્પૉટ રેટ એ કરન્સીનો તાત્કાલિક એક્સચેન્જ રેટ છે.
તારણ
સ્પૉટ એક્સચેન્જ રેટ એ દર છે જેના પર તમે અન્ય કરન્સી સાથે અન્ય કરન્સી બદલી શકો છો. આ એક્સચેન્જ ટ્રાન્ઝૅક્શન્સને વિદેશી એક્સચેન્જ માર્કેટ દ્વારા નિયમિતપણે અને દેખરેખ રાખવામાં આવે છે અને સામાન્ય રીતે 2 વ્યવસાયિક દિવસોમાં સેટલ કરવામાં આવે છે. રાજકીય પરિસ્થિતિ, ચુકવણી સંતુલન, વ્યાજ દર, નાણાંના પુરવઠા, ફુગાવો અને અન્ય વિવિધ પરિબળો કે જે આ એક્સચેન્જ દરોને અસર કરે છે, પણ તમારી પાસે કરન્સીનું મૂલ્ય કેવી રીતે છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે તેની યોગ્ય સમજણ હોવી જોઈએ. જે તમને અસરકારક રીતે આંતરરાષ્ટ્રીય રોકાણમાં નિર્ણયો લેવામાં મદદ કરશે. જો તમે વિદેશી એક્સચેન્જમાં ટ્રેડિંગ શરૂ કરવા માંગો છો, તો હમણાં જ એક ડિમેટ એકાઉન્ટ ખોલાવો.