ટેકનિકલ પ્રગતિએ તમારા ફોનની મદદથી કોઈપણ સ્થળેથી સ્ટૉક્સને ટ્રેડ કરવું સરળ બનાવ્યું છે.ટ્રેડિંગ ફક્ત એન્જલ વન સાથે એક ફોન કૉલ દૂર છે.
કૉલ અને ટ્રેડ શું છે?
જો તમે તમારા કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટને ઍક્સેસ કરી શકતા નથી, તો તમે સ્ટૉક્સ ખરીદવા અને ટ્રેડ કરવા માટે એન્જલ વનને કૉલ કરી શકો છો. પ્રતિનિધિઓ તમારી સૂચનાઓ મુજબ ટ્રેડ કરશે.
કૉલ અને ટ્રેડ પર કયા ચાર્જીસ વસૂલવામાં આવે છે?
અમલમાં મુકવામાં આવેલા ટ્રેડને લઈ રૂપિયા 20 બ્રોકરેજ છે .જો ફોન કૉલ પર ટ્રાન્ઝૅક્શન કરવામાં આવે છે, આ અમલી બનાવેલ કૉલ અને ટ્રેડ ઑર્ડર માટે રૂપિયા 20 + જીએસટી નો એડિશનલ ચાર્જીસ લેવામાં આવે છે. ટ્રેડના અમલીકરણ પછી જ ચાર્જીસ વસૂલવામાં આવે છે.
ઑટો-સ્ક્વેર ઑફનો ચાર્જીસ શું છે?
જો તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે ઑર્ડર આપો છો અને નિયત સમયસીમામાં ઓપન પોઝિશન બંધ કરતા નથી, તો ઑર્ડર ઑટો-સ્ક્વેર ઑફ છે. ઑટો-સ્ક્વેર ઑફને ઑફલાઇન ટ્રેડિંગ કહેવામાં આવે છે.એન્જલ વન માટે ઑટો-સ્ક્વેર ઑફનો સમય બપોરે 3:15 વાગે છે.
કૉલ અને ટ્રેડ સુવિધા સાથે શરૂ કરવા માટે એન્જલ વન ડિમેટ એકાઉન્ટ મેળવો.