પેનન્ટ ચાર્ટ પૅટર્ન શું છે?
વેપારની દુનિયામાં, પેનન્ટ એ એવી પ્રકારની પેટર્ન છે જે મોટા પાયે સુરક્ષામાંથી પસાર થાય બાદ રચાય છે. ત્યારબાદ કન્વર્ઝિંગ લાઇનો સાથે તેનું એકત્રીકરણ થાય છે.તકનીકી વિશ્લેષણમાં પ્રથમ તબક્કાને ફ્લેગપોલ તરીકે ઓળખાય છે. જો કે, ફ્લેગપોલથી પેનન્ટ જુદું પાડે છે,તે એકત્રિત કરવાનો સમયગાળો છે જે મોટી ગતિ પછી અનુસરે છે. પેનન્ટ માં, કોઈપણ વ્યક્તિ પ્રથમ મોટા ચળવળ તરીકે તે જ દિશામાં, એક બ્રેકઆઉટ મૂવમેન્ટ જોઈ શકે છે જે ફ્લેગપોલના બીજા ભાગને રજૂ કરે છે.આ પેનાન્ટ ચાર્ટ પૅટર્ન પૂર્ણ કરે છે.
પેનન્ટ પૅટર્નની લાક્ષણિકતાઓ
વેપારમાં કોઈ પેનન્ટ પેટર્નને ઓળખવાનો પ્રયાસ કરતી વખતે, તમે નીચેની ત્રણ ગતિવિધિઓ જોશો.
ફ્લેગપોલ: આ હંમેશા પેનન્ટ પેટર્નની શરૂઆત કરે છે. આ અન્ય તકનીકી સૂચકોથી પેનન્ટ પેટર્નને પણ અલગ કરે છે ઉદાહરણ તરીકે સિમેટ્રિકલ ટ્રાયન્ગલ,. આ ઉછાળો એ વોલ્યુમના ઘસારા અને શેરના ભાવમાં થયેલા વધારાને સૂચવે છે જે પેનન્ટ પહેલા જોવા મળે છે.
બ્રેકઆઉટ સ્તર: પેનન્ટના કિસ્સામાં, એક નહીં પરંતુ બે અલગ બ્રેકઆઉટ હોય છે. એક બ્રેકઆઉટ એ ફ્લેગપોલની અંતમાં જહોય છે, અને બીજું બ્રેકઆઉટ, એકત્રીકરણ સમયગાળા પછી પરંતુ ફ્લેગપોલ પહેલાં જોવા મળે છે.બ્રેકઆઉટ્સ ઉપર અથવા નીચે તરફ હોઇ શકે છે પરંતુ તે એક દિશામાં વલણ ચાલુ રાખે છે.
પેનન્ટ પોતે: જો પેનન્ટની જ વાત કર્યે તો એકત્રિત થવાના સમયગાળા પછી તમે એક ત્રિકોણ આકારનું અવલોકન કરી શકશો. બે રૂપાંતરિત ટ્રેન્ડ-લાઈન એક સાથે આવતા, ત્રિકોણની રચના થાય છે, જેને પેનન્ટ કહેવામાં આવે છે. હું પેનન્ટ ફોર્મેશનને કેવી રીતે શોધી શકું?
હું પેનન્ટ ફોર્મેશન કેવી રીતે શોધી શકું?
રચનાના સંદર્ભમાં, પેનન્ટ, એ ફ્લેગ્સથી મળતા આવે છે.બંને એક એવી સમયરેખા મળે છે જેનો એકત્રિત સમયગાળો એક થી ત્રણ અઠવાડિયા વચ્ચે હોય છે.જો કે પેનન્ટ પેટર્ન જોવા માટે તેના ટ્રેડના વોલ્યૂમ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.પ્રારંભિક પ્રગતિ દરમિયાન, ટ્રેડના વોલ્યુમમાં ઘણો ધસારો જોવા મળે છે.. ત્યારબાદ ઓછું વોલ્યુમ જોવા મળશે, જે પેનન્ટ રચનાની લાક્ષણિકતા છે. અંતે, બ્રેકઆઉટને દર્શાવતા વોલ્યુમમાં વધારો જોવા મળશે.
ઉપર ઉલ્લેખિત છબીમાં દર્શાવ્યા પ્રમાણે, ફ્લેગપોલ, પાછલા ટ્રેન્ડને ઉચ્ચતમ બતાવે છે. પછી એકત્રિત કરવાનો સમયગાળો હોવાથી જયારે વોલ્યુમ ઘટે ત્યારે પેનન્ટ રચના જોવા મળે છે.આ સમયગાળા દરમિયાન વેપારીઓ એક બ્રેકઆઉટ અવધિની અપેક્ષા રાખે છે. તે બ્રેકઆઉટનો સમયગાળો ત્યારે આવે છે જ્યારે ઉપરની ટ્રેન્ડલાઇન એક પ્રકારનો સિમેટ્રિકલ ત્રિકોણ બનાવે છે.
પેનન્ટ પેટર્નના તકનીકી વિશ્લેષણ સાથે કેવી રીતે વેપાર કરવો?
પેનન્ટ ટ્રેડિંગનો અર્થ એ છે કે યોગ્ય રચનાને જાણવાની અને તે પછી બ્રેકઆઉટ પોઇન્ટની સાચી ધારણા કરવાની.. પેનન્ટ માંથી બ્રેકઆઉટને અનુસરીને, મોટાભાગના વેપારીઓ ટૂંકા અથવા લાંબી સ્થિતિઓમાં પ્રવેશ કરવા માંગે છે. ઉદાહરણ તરીકે, પેનાન્ટ ટ્રેડર એક બુલિશ પેનાન્ટ ફોર્મિંગ જોઈ શકે છે. તેના અનુસાર, તે પેનન્ટ ના ઉપરની ટ્રેન્ડલાઇન ઉપર ખરીદી ઑર્ડર પર મર્યાદા મૂકી શકે છે. એકવાર આ ઉપલી ટ્રેન્ડલાઇનની સુરક્ષા તૂટી જાય, પછી વેપારી એક ઉચ્ચ-સરેરાશ વોલ્યુમ શોધી શકે છે જે પેનન્ટની પેટર્નની પુષ્ટિ કરે છે. એકવાર વોલ્યુમનો ધસારો જોવા પછી, પેનન્ટ રચનાની પુષ્ટિ થાય છે અને સિક્યોરિટી તેના લક્ષ્યની કિંમત સુધી પહોંચે નહીંત્યાં સુધી તે તેની પોઝિશન હોલ્ડ કરી શકે છે.
સામાન્ય રીતે, પેનન્ટ માટે, લક્ષ્યની કિંમત ઘણીવાર ફ્લેગપોલની ઊંચાઈ લાગુ કરીને સ્થાપિત કરવામાં આવે છે જેના પર શેરની કિંમત પેનાન્ટ કરતા વધી જાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તીવ્ર તેજીના પરિણામ રૂપે શેરની કિંમત ₹ 50 થી વધીને ₹ ૧૦૦ થઇ જાય છે. ત્યારબાદ સ્ટૉકની કિંમત ₹85 સુધી એકત્રિત કરે છે અને અંતમાં ₹90 પર પેનન્ટમાંથી બહાર નીકળી જાય છે. એક વેપારી જે પોતાના વેપારમાં પેનાન્ટ પેટર્ન ટેકનિકલ વિશ્લેષણનો ઉપયોગ કરવા માંગે છે, તે ₹50 વત્તા ₹90 એમ ₹ 140 ની લક્ષ્ય કિંમત શોધશે.. તે અનુસાર, વેપારીઓએ પેનાન્ટ ચાર્ટ પેટર્નના સૌથી ઓછા બિંદુ પર સ્ટૉપ લૉસ સેટ કરે છે.. આ ઓછા સ્તરોમાંથી બ્રેકડાઉન, પૅટર્નને અમાન્ય કરે છે. અને કિંમતમાં લાંબા ગાળાના વિપરીત પ્રારંભને ચિહ્નિત કરી શકે છે.વેપારીઓ ઘણીવાર પેનન્ટ પેટર્ન તકનીકી વિશ્લેષણનો ઉપયોગ વિવિધ અન્ય ચાર્ટ પેટર્ન સાથે પણ કરે છે.તેના પોતાની રીતે,એ ખાતરી કરવી મુશ્કેલ છે કે એ નોંધપાત્ર છે કે નાઈ પરંતુ અન્ય સૂચકો દ્વારા આનું અનુમાન લગાવી શકાય છે.ઉદાહરણ તરીકે, એક સંબંધિત શક્તિ સૂચક અથવા આરએસઆઈનો ઉપયોગ કરીને, કોઈપણ વ્યક્તિ એકત્રિત તબક્કામાં આ સ્તરને મધ્યસ્થત થવાની રાહ જોઈ શકે છે. આનાથી સંભવિત ઉચ્ચ પ્રવાહ થઈ શકે છે. અન્ય પરિસ્થિતિમાં, કિંમત એકત્રીકરણ, ટ્રેન્ડલાઇનના પ્રતિરોધ સ્તરોની નજીક થઈ શકે છે. અહીંથી એક બ્રેકઆઉટ એક સંપૂર્ણ નવું સપોર્ટ લેવલ બનાવી શકે છે.