શેર માર્કેટમાં એલટીપી શું છે?

1 min read
by Angel One

પરિચય:

સ્ટૉકની કિંમતો ક્યારેય સ્થિર હોતી નથી. તેઓ નિશ્ચિતસ્ટૉક માટે ખરીદદારો અને વેચાણકર્તાઓની માંગ અને પુરવઠા અનુસાર સતત વધી રહ્યા છે અથવા સતત ઘટી રહ્યા છે.. વેચાણકર્તાઓ સ્ટોકની વેચવાની કિંમતનો દર નક્કી કરે છે કે જેના આધારે તેઓ તેમના શેર વેચવા તૈયાર હોય અને ખરીદદારો તેમનાં દ્વારા આપેલા દર પર ભાવ આપીને બોલી લગાવવા તૈયાર હોય, આ બોલી કિંમત તરીકે ઓળખાય છેસ્ટૉક એક્સચેન્જ દર સાથે મેળ ખાય છે, અને બંને પક્ષો પરસ્પર લાભદાયક કિંમત પર પહોંચે છે. આ કિંમત કે જેના પર સ્ટૉક્સનું વેચાણ સમાપ્ત થયું છે,તે ટિપિંગ પોઇન્ટ અથવા છેલ્લી ટ્રેડ કરેલી કિંમત બની જાય છે.

એલટીપીઅથવા છેલ્લી ટ્રેડ કરેલી કિંમત એ ભાવ છે જ્યાંથીસ્ટૉક્સનું આગામી વેચાણ થાય છે. ભવિષ્યમાં સ્ટૉકની કિંમતોમાં કેવી વધઘટ આવશે તે નક્કી કરવા માટે એલટીપી આવશ્યક છે.

ચાલો પહેલા જોઈએ કે શેર માર્કેટમાં એલટીપી શું છે? છેલ્લી ટ્રેડ કરેલી કિંમત એવા સ્ટૉકની કિંમત  છે જેના પર છેલ્લું ટ્રાન્ઝૅક્શન અથવા ટ્રેડ થયું હતું. સ્ટૉકની એલટીપી એ ભૂતકાળની સંખ્યા છે સ્ટૉકના મૂલ્ય અને ભૂતકાળમાં કિંમતોમાં કેવો ઘટાડો થયો છે તેનું મૂલ્યાંકન કરવા માટે એલટીપી એક વિશ્વસનીય મેટ્રિક છે. એલટીપી હંમેશાં સફળ ટ્રેડ સાથે આગળ વધે છે. કારણ કે એલટીપી ફક્ત સમયનાં અંશિક ભાગમાં જ સક્રિય હોય છે અથવા કેટલીક વખત તેના કરતા પણ ઓછા માટે, તેથી સ્ટોકના વેચાણના ભાવને નકકી કરવા માટે એલટીપીનો ઉપયોગ નિર્ધારિત રીતે કરી શકાતો નથી. જો કે, એલટીપીનો ઉપયોગ તે મૂલ્ય પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે જેના પર સ્ટૉક મળે છે, અને તેના છેલ્લા ટ્રેડિંગ ઇતિહાસના આધારે સ્ટૉકની સંભવિત કિંમતનો અંદાજ લગાવી શકાય છે.

ટ્રેડિંગ વૉલ્યુમ એ એલટીપી નક્કી કરવા માટેનું એક મહત્વપૂર્ણ પરિબળ છે.

સ્ટોક્સનો વેપાર જથ્થો, અથવા ખરીદવામાં અને વેચવામાં આવતા સ્ટોકની સંખ્યા નકકી કરવા માટે એલટીપી એ એક મૂલ્યવાન મેટ્રિક છે. આ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે વર્તમાન ટ્રેડિંગ કિંમત એ માંગણી કરેલ કિમંતથી કેટલી નજીકની હોવી જોઇએ જેથી એ એલએલપી બને. જો સ્ટૉક્સનું ટ્રેડિંગ પ્રમાણ વધુ હોય, તો સ્ટૉક ઓછો અસ્થિર રહેશે કારણ કે તે બજારના વધઘટ પ્રમાણે નમેલું નહીં રહે, જે સૂચવે છે કે ખરીદદારો અને વેચાણકર્તાઓ ઇચ્છિત પૂછવાની અને બોલીની કિંમતો પર તેમના સ્ટોકને માર્ક કરી શકે છે. બીજી નોંધ કરવાની બાબત એ છે કે એલટીપી ફક્ત ત્યારે જ નક્કી કરી શકાય છે જો વાસ્તવિક વ્યવહાર થાય. એલટીપી માત્ર તે છેલ્લી કિંમતને આધીન છે જેના પર રોકાણકારો સ્ટૉક બદલી નાખે છે.

એલટીપીનું મહત્વ સ્ટોકની કિંમતની હિલચાલની આગાહી સ્ટોકની કિંમતો કઈ દિશામાં આગળ વધી રહી છે વગેરે લક્ષણો નક્કી કરવા માટે એલટીપી મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, સ્ટૉક એક્સના ત્રણ વેચાણકર્તાએ રૂ. 100, રૂ. 101, અને રૂ. 105ની કિમંત લગાવી છે. આ સ્ટૉક માટેના ખરીદદારો શરૂઆતમાં રૂ. 100 નો દર સ્વીકારે છે, પણ એકવાર તેઓને એવું સમજાયા પછી કે રૂ. 100 માં કોઈ વધુ ખરીદદારો નથી, તે તેમની બોલીને રૂ. 101 સુધી વધારી શકે છે. સ્ટૉકની કિંમત હવે રૂ. 101 સુધી વધે છે. . ત્રીજા વેચાણકર્તાને, રૂ. 105 માં કોઈ ખરીદદાર ના મળતાં, તે તેમની પાછલી ટ્રેડ કરેલી કિંમતના આધારે તેની બોલીની કિંમત રૂ. 101 સુધી ઘટાડે છે. વાસ્તવિક સ્ટૉક માર્કેટમાં, આવા 100s ટ્રેડ્સ એકસાથે અમલમાં મુકવામાં આવે છે, અને અમલમાં મુકવામાં આવેલા આ લેવડદેવડનાં જથ્થાનાં આધારે કિંમતમાં વધઘટ થાય છે. તેથી એલટીપી વાસ્તવિક સમયમાં કિંમતોની ગતિનું સૂચક છે. યોગ્ય બોલીની કિંમત નક્કી કરો 

એલટીપીની મદદથી, માર્કેટ ઑર્ડર આપવામાં સરળતા રહે છે કારણ કે વેચાણ અથવા પૂછેલ કિંમત અને બોલી અથવા ખરીદીની કિંમત સમાન શ્રેણીમાં રહે છે. જોકે, સ્ટૉક માર્કેટમાં ઉતાર-ચઢ હોવાથી, જો આ વાતની કોઈ બાંયધરી નથી કે વેચનાર અને બોલી લગાવનારા પોતાના ઇચ્છિત ભાવે વેપાર કરી શકે.

નિષ્કર્ષ:

એલટીપીના આધારે સ્ટોક વિશે ઘણું બધું સમજી શકાય છે. એલટીપી રોકાણકારોને નિર્ધાર કરવામાં મદદ કરે છે કે આપેલ સ્ટોક, રોકાણ કરવા યોગ્ય છે કે નહીં અને શેરસે ભૂતકાળમાં રોકાણકારોને અપેક્ષિત નફો પાછો આપ્યો છે કે નહીં. એલટીપી,  સ્ટૉક ઇબીબી, ફ્લો અને કિંમતનાં વ્યવહારની જાણકારી મેળવવા માટે ઉપયોગી છે. અમારા લર્નિંગ સેન્ટરથી ઇક્વિટીનાં ટ્રેડિંગ વિશે અહીં વધુ માહિતી મેળવો.