એનપીએસ ટેક્સ–સેવિંગ સ્કીમ સાથે તમારા નિવૃત્તિને સુરક્ષિત કરો. ટાયર-1 અને ટાયર-2 એનપીએસ એકાઉન્ટના ટૅક્સ લાભો કેવી રીતે મેળવવા તે જાણવા માટે આ લેખનું વાંચન કરો..
તમામ નાગરિકોને વિશ્વસનીય પેન્શન યોજના રજૂ કરવા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ) 2009માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. એનપીએસ ને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (પીએફઆરડીએ) દ્વારા સંચાલિત અને નિયંત્રિત કરવામાં આવે છે. એનપીએસ તમને રિટાયરમેન્ટ પ્લાનિંગ અને રૂપિયા 2,00,000 સુધીની આવકવેરા બચતમાં મદદ કરી શકે છે.
એનપીએસ કર–લાભ યોજનાની વિશેષતા
વિશેષતા | ટાયર-1 એકાઉન્ટ | ટાયર-2 એકાઉન્ટ |
કરાર અમલમાં મૂકવું | ટાયર-1 એકાઉન્ટ ખોલવું ફરજિયાત છે. | ટાયર-2 એકાઉન્ટ ખોલવું વૈકલ્પિક છે. જો ટાયર-1 એકાઉન્ટ ખોલવામાં આવે તો તે ખોલી શકાય છે. |
કરનાં લાભો | સેક્શન 80સી અને 80સીસીડી હેઠળ રૂપિયા 2,00,000 ના એનપીએસ ટૅક્સ લાભો મેળવી શકાય છે. | એનપીએસ ટાયર-2 રૂપિયા1,50,000ના ટૅક્સ કરલાભ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા મેળવી શકાય છે. |
ન્યૂનતમ રજિસ્ટ્રેશન રકમ | રૂપિયા 500 | રૂપિયા 1000 |
લૉક-ઇન પીરિયડ | 60 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી જ ફંડ ઉપાડી શકાય છે. | કોઈપણ સમયે ફંડ ઉપાડી શકાય છે. |
મેચ્યોરિટી પર | કોર્પસમાંથી સાઠ ટકા ઉપાડી શકાય છે, અને એન્યુટી બાકીના ચાલીસ ટકા સાથે ખરીદવાની જરૂર છે. | સંપૂર્ણ અથવા આંશિક કોર્પસ કોઈપણ સમયે ઉપાડી શકાય છે. |
એનપીએસ યોજના: આવકવેરા લાભ
એનપીએસમાં રોકાણ કરવું એ એક સમજદારીપૂર્ણ નિર્ણય છે કારણ કે તમે તેની સાથે આવતા ઘણા આવકવેરા લાભો મેળવી શકો છો. તે નિવૃત્તિ આયોજન અને આવકવેરા બચતનો બે હેતુ પૂરો પાડે છે. હવે આપણે એનપીએસ ટેક્સના લાભોની વિગતવાર ચર્ચા કરશુ.
ટાયર-1 એકાઉન્ટ માટે એનપીએસ કર લાભો
નીચેના ટેબલમાં પગારદાર અને સ્વરોજગાર ધરાવતા વ્યક્તિઓ માટે ટાયર-1 એકાઉન્ટના NPS સ્કીમના આવકવેરા લાભોનો તફાવત દર્શાવે છે.
આવકવેરા અધિનિયમ વિભાગ | નોકરિયાત વ્યક્તિઓ | સ્વ-રોજગારી વ્યક્તિઓ |
80 સીસીડી (1) | · કર્મચારીના પગારમાંથી યોગદાન
· 10% પગાર (મૂળભૂત + ડીએ) · સેક્શન 80 સીસીઈ હેઠળ રૂપિયા 1.5 લાખની એકંદર સીલિંગ મર્યાદામાં |
· કુલ આવકના 20% સુધીની કર કપાત
· સેક્શન 80 સીસીઈ હેઠળ રૂપિયા 1.5 લાખની એકંદર સીલિંગ મર્યાદામાં |
80 સીસીડી (2) | · નિયોક્તા તરફથી યોગદાન
· 10% પગાર (મૂળભૂત + ડીએ) · સેક્શન 80 સીસીઈ હેઠળ રૂપિયા 1.5 લાખની ઉપર અને તેનાથી વધુ |
લાગુ નથી |
80 સીસીડી 1(બી) | ફક્ત ટાયર-1 માં કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક યોગદાન
કલમ 80 સીસીઈ હેઠળ રૂપિયા 1,50,000 ની ઉપર અને તેનાથી વધુની કર કપાત માટે મહત્તમ રૂપિયા 50,000 નો ક્લેઇમ કરી શકાય છે. |
કલમ 80 સીસીઈ હેઠળ રૂપિયા 1,50,000 ની ઉપર અને તેનાથી વધુની કર કપાત માટે મહત્તમ રૂપિયા 50,000 નો ક્લેઇમ કરી શકાય છે. |
ટાયર-2 એકાઉન્ટ માટે એનપીએસ કર લાભો
- જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો તમે એનપીએસ ટાયર-2 માં મહત્તમ રૂપિયા1,50,000 નું રોકાણ કરી શકો છો. તમે ઇન્કમ ટૅક્સ એક્ટના સેક્શન 80સી હેઠળ ટૅક્સ લાભોનો ક્લેઇમ કરી શકો છો.
- આ એકાઉન્ટને એનપીએસ ટાયર-2 ટૅક્સ-સેવર એકાઉન્ટ કહેવામાં આવે છે.
- તેનો લૉક-ઇન સમયગાળો ત્રણ વર્ષનો હોય છે, જેના પછી તમે મેચ્યોરિટીની રકમ ઉપાડી શકો છો.
- જો તમે કેન્દ્ર સરકાર સાથે કામ ન કરો તો તમે એનપીએસ ટાયર-2 ટૅક્સ લાભો મેળવી શકતા નથી.
ઉપાડ પર એનપીએસ ટૅક્સ લાભો
તમે તમારા ટાયર-1 એકાઉન્ટમાં ઉપાડની રકમ પર એનપીએસ ટૅક્સ લાભોનો લાભ પણ લઈ શકો છો. જો તમારી પાસે ટાયર-2 એકાઉન્ટ છે, તો ઉપાડની રકમ તમારા આવકવેરા સ્લેબ મુજબ કરપાત્ર છે.
ટાયર-1 એકાઉન્ટમાં એનપીએસ કર લાભો માટેની તમામ સંભવિત પરિસ્થિતિઓ અહીં સૂચિબદ્ધ છે:
આંશિક ઉપાડ
એનપીએસ ટાયર-1 એકાઉન્ટ માટે સંપૂર્ણ મુદતમાં મહત્તમ ત્રણ ઉપાડની મંજૂરી આપે છે. દરેક ઉપાડ તમારા યોગદાનના 25% સુધી હોઈ શકે છે (તમારા નોકરીદાતાના યોગદાન સહિત). આ ઉપાડની રકમ સંપૂર્ણપણે કર–મુક્ત છે.
મેચ્યોરિટી
જ્યારે તમે 60 વર્ષ અથવા સુપરએન્યુએશનની ઉંમર સુધી પહોંચો ત્યારે તમારા ટાયર-1 એકાઉન્ટમાં ફંડ સંપૂર્ણ ઉપાડ માટે યોગ્યતા છે. તમે એકસામટી રકમમાં મેચ્યોરિટી રકમના 60% ઉપાડી શકો છો, જે કરમુક્ત રહેશે.
એન્યુટીની ખરીદી
તમારે તમારા ટાયર-1 એનપીએસ એકાઉન્ટમાં મેચ્યોરિટી રકમના બાકીના 40% સાથે એન્યુટી પ્લાન ખરીદવો આવશ્યક છે. આ રકમ કલમ 80સીસીડી (5) હેઠળ કર મુક્તિ માટે યોગ્ય રહેશે. આ સેક્શન હેઠળ મહત્તમ મર્યાદા રૂપિયા 2,00,000 છે.
એનપીએસમાં ઈઈઈનો લાભ
આપણે બધા એવા સાધનોમાં રોકાણ કરવા માંગીએ છીએ જે ઉચ્ચ વળતર રજૂ કરે છે અને કર બચાવવામાં મદદ કરે છે. આવા રોકાણો ઈઈઈ કેટેગરી હેઠળ આવે છે. ઈઈઈ મુક્તિને દર્શાવે છે. આનો અર્થ આ છે
- યોગદાનની રકમ કર કપાતથી મુક્તિ આપવામાં આવી છે;
- રોકાણ પર મેળવેલ વળતર અથવા નફાને કર કપાતમાંથી મુક્તિ આપવામાં આવે છે;
- મેચ્યોરિટી રકમ કર કપાતથી મુક્તિ આપે છે.
અગાઉ, એનપીએસ ટેક્સ–સેવિંગ સ્કીમ ઈઈઈ અને ઈઈટી સ્ટેટસના મિશ્રણ હેઠળ આવી હતી કારણ કે ફક્ત 60% અંદાજીત ઉપાડની રકમમાંથી 40% ટૅક્સ–ફ્રી હતી. જો કે વર્ષ 2019 કેન્દ્રીય બજેટએ જાહેરાત કરી હતી કે એકસામટી રકમનું સંપૂર્ણ 60% ટૅક્સ–મુક્ત રહેશે. આ ઈઈઈ ની ઇલાઇટ કેટેગરીમાં એનપીએસ રજૂ કરે છે.
એનપીએસ ખાતું ખોલવાની યોગ્યતા
- તમારી ઉંમર 18 અને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- ટાયર-2 એકાઉન્ટ ખોલતા પહેલાં તમારે એનપીએસ ટિયર -1 એકાઉન્ટ ખોલવું પડશે.
- તમારે કેવાયસી દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે: ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો (આધાર/પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાઇસન્સ/વોટર આઈડી), અને પાસપોર્ટ-સાઇઝ ફોટો.
એનપીએસ એકાઉન્ટ કેવી રીતે ખોલવું
એનપીએસ એકાઉન્ટ પીએફઆરડીએ દ્વારા નિયમિત કરવામાં આવે છે. પીએફડીઆરએ એ એનપીએસ એકાઉન્ટ ખોલવા અને મેનેજ કરવા માટે અનેક પ્રેઝન્સ–સર્વિસ પ્રોવાઇડર્સ (પીઓપી-એસપી) ની નિમણૂક કરી છે. તમે જરૂરી દસ્તાવેજો સાથે કોઈપણ નિયુક્ત પીઓપી–એસપીની મુલાકાત લઈ શકો છો અને તમારું એનપીએસ ટૅક્સ–સેવિંગ એકાઉન્ટ ખોલી શકો છો.
તમે ઑનલાઇન પદ્ધતિ દ્વારા ઇ–એનપીએસ પણ ખોલી શકો છો. તે તમને કોઈપણ પીઓપી-એસપીની મુલાકાત લીધા વિના તરત જ એનપીએસ એકાઉન્ટ ખોલવાની સરળતા રજૂ કરે છે. એનપીએસ એકાઉન્ટ ખોલ્યા પછી, તમને તમારો કાયમી રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (પીઆરએએન) પ્રાપ્ત થશે. તમારા એકાઉન્ટને ઑનલાઇન ઑપરેટ કરવા માટે તમને પાસવર્ડ પણ પ્રાપ્ત થશે.
એનપીએસ યોગદાન મર્યાદા
હાલમાં, એનપીએસ ટિયર-1 અને ટાયર-2 એકાઉન્ટ બંનેમાં મહત્તમ રકમ અને યોગદાનની સંખ્યા પર કોઈ ઉપરની મર્યાદા નથી.
જો કે, એનપીએસ દ્વારા ટૅક્સ બચતની મર્યાદા હોય છે. મર્યાદા નીચે મુજબ છે:
આવકવેરા અધિનિયમ વિભાગ | મહત્તમ યોગ્ય એનપીએસ કપાત વિભાગ |
80સી | રૂપિયા 1,50,000 |
80 સીસીડી (1બી) | રૂપિયા 50,000 |
તારણ
એનપીએસએ રોકાણ કરવાની શ્રેષ્ઠ યોજના છે કારણ કે તે તમારી નિવૃત્તિની બચતને પૂર્ણ કરશે અને મહત્તમ કર લાભો આપશે. તમે ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80સી હેઠળ રૂપિયા 2,00,000ના એનપીએસ ટૅક્સ લાભો મેળવી શકો છો. એક કાર્યકારી કર્મચારી તરીકે, તમે NPS નોકરીદાતા યોગદાન કર લાભ પણ મેળવી શકો છો.
એન્જલ વન દ્વારા તમારું એનપીએસ ટૅક્સ–સેવિંગ એકાઉન્ટ ખોલો. અમારી વેબસાઇટ અને મોબાઇલ એપ જુઓ અને એનપીએસ ટૅક્સ લાભો મેળવવા અને સ્માર્ટ રીતે ઇન્વેસ્ટ કરવા માટે મફત ટિપ્સ મેળવો.
આ પણ વાંચો: એનપીએસ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું મેચ્યોરિટી પર એનપીએસ ટેક્સ–ફ્રી છે?
હા, તમે મેચ્યોરિટી રકમના 60% એકસામટી રકમ લઈ શકો છો. આ રકમ સંપૂર્ણપણે કર-મુક્ત છે.
શું હું ટાયર-1 અને ટાયર-2 એકાઉન્ટ બંનેમાં એનપીએસ ટૅક્સ લાભોનો ક્લેઇમ કરી શકું?
ના. ટાયર-1 એકાઉન્ટમાં, તમે એનપીએસ સ્કીમ ઇન્કમ ટૅક્સ લાભ તરીકે મહત્તમ રૂપિયા 2,00,000 નો ક્લેઇમ કરી શકો છો. અને જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો જ તમે એનપીએસ ટાયર-2 ટેક્સ લાભોનો ક્લેઇમ કરી શકો છો.
શું એન્યુટીની રકમ ટૅક્સ–ફ્રી છે?
હા, તમે એન્યુટી ખરીદવામાં રોકાણ કરો છો તે રકમ એનપીએસ કર લાભ હેઠળ આવે છે. તે આવકવેરા અધિનિયમની કલમ 80સીસીડી (5) અનુસાર છે.
એનપીએસ સાથે હું કેટલી ટેક્સ બચત કરી શકું?
એનપીએસ યોજના આવકવેરા લાભો રજૂ કરે છે. તમે સેક્શન 80સી હેઠળ રૂપિયા 1.5 લાખની સીલિંગ મર્યાદાથી વધુની રૂપિયા 50,000 ની વધારાની રકમ બચાવી શકો છો.
શું હું 60 વર્ષની ઉંમર પહેલાં એનપીએસ ટિયર-1 માંથી બહાર નીકળી શકું છું?
જો તમારું કુલ ભંડોળ રૂપિયા 2.5 લાખથી ઓછું હોય, તો તમે સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો અને એનપીએસ ટેક્સ–સેવિંગ સ્કીમથી બહાર નીકળી શકો છો. જો કેરૂપિયા 2.5 લાખથી વધુ, તમારે ભંડોળની 80% દરથી ખરીદવી પડશે. તમે બાકીની રકમને એકસામટી રકમ તરીકે ઉપાડી શકો છો.