શું તમને ક્યારેય બચત અને રોકાણ વચ્ચેના તફાવત વિશે મૂંઝવણ થઈ છે? એક તરફ, યોગ્ય સ્થાને કરેલું પૈસાનું રોકાણ તમને સંપત્તિ બનાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. તો બીજી તરફ, રોકાણકારો નવા ખેલાડીઓને સલાહ આપે છે કે તેઓ તેમના ઇમર્જન્સી ફંડને બાજુ પર રાખ્યા પછી બાકી રહેલા પૈસાનું જ રોકાણ કરે. શું આ વાત વાંચ્યાં પછી તમને પહેલાં કરતાં વધુ મૂંઝવણ થઈ રહી છે ? બચત અને રોકાણ ખૂબ જ અલગ છે અને તમે આ તફાવતને કેવી રીતે સમજો છો તે રોકાણકાર તરીકે તમે કેટલા સફળ છો તેમાં મોટો ફરક પાડી શકે છે.
મૂળભૂત રીતે, બચત અને રરોકાણ બંને નાણાંકીય સાધનોનાં અસ્તિત્વમાં હોય તેવું નાણાંકીય મૂલ્ય ધરાવે છે. કેશ, ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ વગેરે કેટલાક સામાન્ય સાધનો છે જેનો ઉપયોગ બચતના હેતુ માટે કરવામાં આવે છે. બીજી તરફ, સ્ટૉક્સ, બોન્ડ્સ, ઇક્વિટી, યુએલઆઇપી અને મ્યુચ્યુઅલ ફંડ વગેરે રોકાણ માટેનાં સાધનો છે.તો તેઓ કેવી રીતે જુદા પડે છે અને આ જાણકારી તમારા માટે કેમ મહત્વની છે? ચાલો, આપણે આ પ્રશ્નનો વિગતવાર જવાબ આપવા માટે બચત અને રોકાણ વચ્ચેના કેટલાક મુખ્ય તફાવતોને જોઈએ.ઉદ્દેશ: આ બચત અને રોકાણ વચ્ચેનો સૌથી તીક્ષ્ણ તફાવત છે.. રોકાણના સંદર્ભમાં, બચતનો ઉપયોગ રોકાણની મુડી તૈયાર કરવા માટે કરવામાં આવે છે.તેથી જ તમને બધી બચતનું રોકાણ ન કરવાની ભલામણ કરવામાં આવે છે. બચત સામાન્ય રીતે ટૂંકા ગાળાની હોય છે અને કોઈપણ વ્યક્તિ વધુ સંશોધન કર્યા વગર બચત કરી શકે છે.
બીજી તરફ, સંપત્તિ બનાવટ, મકાન ખરીદવું, ફંડિંગ શિક્ષણ, જેવા મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે રોકાણ કરવામાં આવે છે.રોકાણોને ઘણીવાર લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓ અને બજાર સંશોધનની જરૂર પડી શકે છે. બચત માત્ર દુર્લભ સંજોગોમાં જ ઘટે છે, પણ જો યોગ્ય નિષ્ઠા અને બજાર સંશોધન કરવામાં ન આવે તો રોકાણ સંભવિત રીતે બંને રીતે થઈ શકે છે.
લિક્વિડિટી: બચતનાં સાધનો સામાન્ય રીતે ઉચ્ચ લિક્વિડિટી સાથે સંકળાયેલા હોય છે તેથી, તેઓ તમને જરૂર પડે ત્યારે રોકડ રકમની સુલભતા પ્રદાન કરે છે. બીજી તરફ, રોકાણોનાં વિવિધ સાધનોમાં વિવિધ પ્રકારની લિક્વિડિટી હોઈ શકે છે. . ઉદાહરણ તરીકે, ગ્રોથ સ્ટૉક્સ, ઉચ્ચ લિક્વિડિટી સાધનો છે જ્યારે પેની સ્ટૉક્સ,ઓછા લિક્વિડિટી સાધનો છે.
તેથી તમારા કટોકટી ફંડનું ક્યાય રોકાણ થવું જોઈએ નહીં.
જોખમ: બચત સામાન્ય રીતે ખૂબ ઓછા અથવા નહિવત જોખમ સાથે સંકળાયેલ હોય છે, જ્યારે ઉચ્ચ રોકાણ, ઉચ્ચ જોખમનાં સાધનો અને ઓછા જોખમનાં સાધનો બન્નેમાં કરી શકાય છે. એફડી અને બેંક એકાઉન્ટ બૅલેન્સ જેવા સાધનોમાં ક્યારેય ઘટાડો આવતો નથી– તમને હંમેશા તેના પર સ્થિર વ્યાજ વ્યાજ મળી રહે છે. તેમ છતાં, રોકાણ, કંપનીની કામગીરી, તે સમયે બજારની સ્થિતિ, અન્ય ઉદ્યોગોનું પ્રદર્શન અને અન્ય આર્થિક અને નાણાકીય પરિબળોને ધ્યાનમાં રાખીને મંદીનું વલણ બતાવી શકે છે. તેથી જ, રોકાણ સામાન્ય રીતે કેટલાક જોખમો સાથે સંકળાયેલા હોય છે જ્યારે બચત “શૂન્ય જોખમ” સાથે સંકળાયેલી હોય છે.
રિટર્ન: આ તફાવતનો બીજો નિર્ણાયક મુદ્દો છે. તમે સામાન્ય રીતે તમારી બચત પર માત્ર નિશ્ચિતઅને સ્થિર વ્યાજ કમાઈ શકો છો. ઉદાહરણ તરીકે એફડીને ધ્યાનમાં લો, જ્યાં તમે એક વર્ષમાં તમારી મૂળ રકમ પર 4-8% સ્થિર વ્યાજ મેળવી શકો છો.જોકે, આ રિટર્ન ઘણીવાર ફુગાવા જેવા પરિબળોને કારણે બચત માટે નિર્દેશિત રકમનું મૂલ્ય જાળવવાનું કામ કરે છે. તેથી જ બચતનો ઉપયોગ અન્ય ખર્ચમાં વધારો કરવા માટે કરી શકાતો નથી.
બીજી તરફ, જો રોકાણમાં વધતી ચાલ જોવા મળે તો તેમાં વધારે વળતર પ્રાપ્ત થવાની સંભાવના છે. અગાઉ જણાવ્યા મુજબ,રોકાણો ઉચ્ચ જોખમ સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે.
આ તફાવતોને જાણ્યા બાદ તમે સંભવિત રીતે વસ્તુઓને ધ્યાનમાં રાખી શકો છો અને બચત વર્સેસ રોકાણોની સચોટ તુલના કરી શકો છો. બચત બચત, એ સુરક્ષા જાળી છે કે કટોકટીનાં સમયે તેની તરફ પાછા ફરી શકો છો જ્યારે, રોકાણ તરફ તમે પાછા વળી શકતાં નથી તો તમે તમારા પૈસાને યોગ્ય યોગ્ય માર્ગ આપવા શું કરો છો?આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ રહેશે.અને તે એટલા માટે કે જવાબ તમારા લક્ષ્યો અને તમારી નાણાંકીય પરિસ્થિતિ પર આધારિત છે.
ઉદાહરણ તરીકે, જો તમે તમારા વીસીમાં છોઅને નોકરીનીસ્થિર આવક ધરાવો છો – તો આવી પરિસ્થિતિમાં, તમારી બાકીનીલોન, તમારો ખર્ચ, બિલ અને કટોકટી ફંડનો હિસ્સો લીધા પછી, બાકી રહેલા પૈસાનું રોકાણ કરી શકો છો. બીજી તરફ, એવા સંજોગોમાં કે જ્યાં તમારું કુટુંબ તમારા પર નિર્ભર હોય, ત્યાં પૈસાને શેર બજારમાં રોકાણ કરતાં પહેલાં, તમારા કટોકટી ફંડ્સ અને તમારી બચત નોંધપાત્ર રીતે વધારે હોવા જોઈએ.બચત વર્સેસ રોકાણો , જેટલાં સિદ્ધાંતમાં બદલાય છે તેટલાં જ વ્યવહારમાં પણ બદલાય છે. ઉદાહરણ તરીકે, તમારા ખાતામાં બચતનું પૂરતું સંકલન હોવું શક્ય છે તેમ છતાં હજી એ તમારા લાંબા ગાળાના લક્ષ્યોને પૂરા કરવા માટે સમર્થ નથી.બચત તમને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે, પરંતુ માત્ર બચતથી તમે તમારા બાળકની કૉલેજ જેવી મોટી અને લાંબા ગાળાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકશો નહીં. જેવી રીતે બચત રોકાણ માટેનો વિકલ્પ નથી, તેવી જ રીતે રોકાણ બચત માટેનો વિકલ્પ નથી. બજારો , કોરોનાવાઇરસ પેન્ડેમિકથીપ્રભાવિત થયા પછી રોકાણકારો માટે આ વધુ સ્પષ્ટ થવું જોઈએ. તેથી જ સ્માર્ટ રોકાણકારો યુવા રોકાણકારોને સલાહ આપે છે કે તેઓએ ક્યારેય તેમની બચતને રોકાણ સાથે ગુંચવવી નહીં.