પાન કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે બદલવો?

જરૂરી દસ્તાવેજો અને ફી સાથે પાન કાર્ડ પર તમારો મોબાઇલ નંબર ઑનલાઇન અને ઑફલાઇન કેવી રીતે અપડેટ કરવો તે જાણો. વિવિધ ફાઇનાન્શિયલ પ્રવૃત્તિ માટે તમારા પાન કાર્ડની વિગતો અપડેટ કરવી મહત્વપૂર્ણ છે.

ભારતના આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ પાન કાર્ડ એ તમારા પાન નંબર, સંપૂર્ણ નામ, જન્મ તારીખ, ફોટો અને કાર્ડધારકના હસ્તાક્ષર સહિતના એક મહત્વપૂર્ણ ખાસ ઓળખ દસ્તાવેજ છે. આ નાણાંકીય વ્યવહારોને ટ્રેક કરવા, કર ફાઇલ કરવા અને ભારતમાં આવકવેરા નિયમોનું પાલન કરવા  એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કાર્ડ પર તમારી વિગતો અપડેટ કરવી મહત્વપૂર્ણ છે. આ લેખમાંપાન કાર્ડ પર તમારો મોબાઇલ નંબર કેવી રીતે બદલવો તે જાણો.

પાન કાર્ડ પર મોબાઇલ નંબર કેવી રીતે રજિસ્ટર કરવો?

પાન કાર્ડ પર તમારો મોબાઇલ નંબર કેવી રીતે રજિસ્ટર કરવો તે વિશેના પગલાં અહીં આપેલ છે:

  • અધિકૃત આવકવેરા (આઈટી) વેબસાઇટ ખોલો.
  • હોમપેજ પર ‘રજિસ્ટર કરો’ વિકલ્પ પર ક્લિક કરો.
  • ‘પાન કાર્ડ મોબાઇલ નંબર બદલો’ વિકલ્પ પર ક્લિક કરો.
  • ‘વ્યક્તિગત’ યૂઝરનો પ્રકાર પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
  • ‘નવું રજિસ્ટ્રેશન’ પર ક્લિક કરો અને ‘તમારો  પાન મોબાઇલ નંબર બદલો’.
  • તમારો પાન કાર્ડ નંબર, અટક અને જન્મ તારીખ દાખલ કરો, પછી ચાલુ રાખવા માટે નિવાસી પર ક્લિક કરો.
  • તમારો પ્રાથમિક મોબાઇલ નંબર દાખલ કરો.
  • તમે સેકન્ડરી અથવા વૈકલ્પિક મોબાઇલ નંબર અને ઇમેઇલ ઍડ્રેસ પણ ઉમેરી શકો છો.
  • તમને તમારા પ્રાથમિક મોબાઇલ નંબર અને ઇમેઇલ ઍડ્રેસને વેરિફાઇ કરવા માટે ઓટીપી પ્રાપ્ત થશે.
  • ઓટીપી દાખલ કરો.
  • તમારો પ્રાથમિક ફોન નંબર પાન કાર્ડ પર ઑટોમેટિક રીતે રજિસ્ટર કરવામાં આવશે અને બદલવામાં આવશે.

પાન કાર્ડમાં મોબાઇલ નંબર ઑનલાઇન બદલો

જો તમે પહેલેથી જ અધિકૃત આઈટી વેબસાઇટ પર રજિસ્ટર્ડ છો, તો તમે પાન કાર્ડ મોબાઇલ નંબર બદલવા માટે નીચેના પગલાંઓને અનુસરી શકો છો.

  • અધિકૃત આઈટી પોર્ટલ ખોલો
  • ‘લૉગ ઇન’ પર ક્લિક કરો’
  • તમારી લૉગ ઇન યૂઝર આઇડી અને પાસવર્ડ દાખલ કરો
  • મેનુમાં ‘મારી પ્રોફાઇલ’ વિભાગ પર જાઓ
  • ‘પ્રોફાઇલ સેટિંગ્સ’ પસંદ કરો’
  • તમારી સંપર્ક માહિતી ધરાવતા સેક્શન પર જાઓ અને એડિટ બટન પર ક્લિક કરો.
  • તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરો
  • તમારા નવા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી પર ઓટીપી મોકલવામાં આવશે
  • ઓટીપી દાખલ કરો અને કન્ફર્મ કરો
  • તમારો નવો મોબાઇલ નંબર પાન કાર્ડ પર અપડેટ કરવામાં આવશે.

પાન કાર્ડમાં મોબાઇલ નંબર ઑફલાઇન બદલો

  • એનએસડીએલ ઇ-સરકારી અધિકૃત વેબસાઇટ (પ્રોટીન) પર જાઓ
  • મેનુમાંથી ‘ડાઉનલોડ્સ’ વિભાગ પર જાઓ
  • નવા પાન કાર્ડ માટે વિનંતી કરો અથવા/અને પાન ડેટા ફોર્મમાં ફેરફારો અથવા સુધારા પર ક્લિક કરો’
  • ફોર્મ ડાઉનલોડ કરો અને કાળા પેનનો ઉપયોગ કરીને જરૂરી વિગતો ભરો.
  • અરજી ફોર્મ પર સહાયક દસ્તાવેજો જોડો – નવીનતમ પાસપોર્ટ-સાઇઝ ફોટા, ઓળખનો પુરાવો અને ઍડ્રેસનો પુરાવો
  • નજીકનું પાન કાર્ડ સેન્ટર શોધો અને દસ્તાવેજો સાથે તમારું અરજી ફોર્મ સબમિટ કરવા માટે અરજી ફી ચૂકવો

અધિકારીઓ અરજીની સમીક્ષા કરશે અને તેને પાન કાર્ડ પર અપડેટ કરશે.

પાન કાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ કરવા પર ફી લેવામાં આવે છે

પાન કાર્ડ મોબાઇલ નંબર અપડેટ પર મૂળભૂત ફી લેવામાં આવે છે.

  • જો તમને ફિઝિકલ પાન કાર્ડની જરૂર હોય, તો રૂપિયા 107 (જીએસટી સહિત) ચાર્જીસ લેવામાં આવશે. જો કાર્ડ ભારતની બહાર મોકલવું પડશે, તો રૂપિયા 910 નું અતિરિક્ત ડિસ્પૅચ ચાર્જીસ લેવામાં આવશે.
  • જો ફિઝીકલ પાન કાર્ડની જરૂર નથી. રૂપિયા72 (જીએસટી સહિત) ચાર્જીસ લેવામાં આવે છે અને તમારે એવી એપ્લિકેશનના ટોચ પર ઉલ્લેખ કરવાની જરૂર છે કે ‘ફિઝિકલ પાન કાર્ડની જરૂર નથી’. આ કિસ્સામાં, તમારું ઇ-પાન કાર્ડ મેળવવા માટે તમારા ઇમેઇલ ઍડ્રેસનો ઉલ્લેખ કરો.

પાન કાર્ડ ફી અને ચાર્જીસ વિશે વધુ વાંચો

પાન કાર્ડ પર મોબાઇલ નંબર બદલવા માટે જરૂરી દસ્તાવેજો

પાન કાર્ડ ફોન નંબર બદલવા માટે, તમારે ઓળખનો પુરાવો, ઍડ્રેસનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો સબમિટ કરવાની જરૂર પડી શકે છે. અહીં દસ્તાવેજોની સૂચિ છે જે સબમિટ કરી શકાય છે.

  • આધાર કાર્ડ
  • વોટર આઈડી
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • ફોટો આઈડી કાર્ડ
  • રાશન કાર્ડ
  • જન્મનું પ્રમાણપત્ર
  • આર્મનું લાઇસન્સ, પેન્શનરનું કાર્ડ, કેન્દ્ર સરકારનું હેલ્થ સ્કીમ કાર્ડ
  • અધિકૃત અધિકારી, નગરપાલિકા પરિષદ, સંસદના સભ્ય અથવા વિધાન સભાના સભ્ય દ્વારા હસ્તાક્ષરિત ઓળખ પ્રમાણપત્ર.

પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે વિશે વધુ જાણો

નિષ્કર્ષ

પાન કાર્ડ તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝૅક્શન માટે મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે તેથી તેને તમારી લેટેસ્ટ માહિતી સાથે અપડેટ રાખવું મહત્વપૂર્ણ છે. નવા પાન કાર્ડ પર તમારી વિગતો અપડેટ થવામાં 15 દિવસ લાગશે. ફોર્મ ભરતા પહેલાં તેમના પર પ્રદાન કરેલી સૂચનાઓ વાંચો. યાદ રાખો કે પાન કાર્ડ ડિમેટ એકાઉન્ટ માટે અરજી કરતી વખતે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે જે તમને માર્કેટમાં રોકાણ કરવાની સુવિધા આપે છે, તેથી તેને અપડેટ કરવું આદર્શ છે.

FAQs

શું નવા પાન કાર્ડ અને પાન કાર્ડમાં સુધારા માટેના ફોર્મ એક સમાન છે?

ના. નવા પાન કાર્ડ માટે જો તમે ભારતીય રહેવાસી છો તો તમારે ફોર્મ 49 ભરવું જરૂરી છેઅને જો તમે ભારતના રહેવાસી નથી તો તમારે 49એએ ફોર્મ ભરવાની જરૂર છે. અલબત વર્તમાન પાન કાર્ડ પરની વિગતોને અપડેટ કરવા માટે ‘નવા પાન કાર્ડની વિનંતી કરવા માંગતા હોય અથવા/અને પાનને લગતા ડેટા ફોર્મમાં ફેરફારો અથવા નામમાં સુધારા’ કરવા માંગતા હોય તો અન્ય એક ફોર્મ છે, જેને ભરવાની અને સબમિટ કરવાની જરૂર છે.

શું ભારતમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે અમારે પાન કાર્ડની જરૂર છે?

હા. ભારતમાં ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર સબમિટ કરવા ફરજિયાત છે.

શું અમારી પાસે ભારતમાં એકથી વધુ પાન કાર્ડ હોઈ શકે છે?

ના. કોઈપણ વ્યક્તિ ભારતમાં ફક્ત એક જ પાન કાર્ડ ધરાવી શકે છે અને આ પાન કાર્ડ તમારા પ્રાથમિક મોબાઇલ નંબર સાથે રજિસ્ટર્ડ હોવું જરૂરી છે.

શું અમારી પાસે પાન કાર્ડ સાથે લિંક કરેલા એકથી વધુ મોબાઇલ નંબર હોઈ શકે છે?

ના. તમે તમારા પાન કાર્ડ સાથે ફક્ત એક જ મોબાઇલ નંબર લિંક કરી શકો છો. માટે ખાતરી કરો કે તમે યોગ્ય મોબાઇલ નંબર દાખલ કરી રહ્યા છો.

શું પાન કાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ કરવો ફરજિયાત છે?

હા. તમારા બેંક એકાઉન્ટ અને ઇન્કમ ટૅક્સની માહિતી જેવી કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝૅક્શન તમારા પાન કાર્ડ સાથે લિંક હોવાથી પાન કાર્ડ પર સંપર્કની વિગતો અપડેટ કરવી ફરજિયાત છે.