મ્યુચ્યુઅલ ફંડ્સ ભવિષ્યની નાણાંકીય જરૂરિયાતો માટે રોકાણ કરવાની એક સારી રીત છે – બાળકોની શિક્ષણ માટે બચત, મિલકત ખરીદવા અથવા નિવૃત્તિની યોજના બનાવવાનુ આયોજન. પરંતુ મ્યુચ્યુઅલ ફંડના રોકાણને આધારે ઘણા મિથકો/માન્યતાઓ છે, જે રોકાણકારોને મુંજવેછે અને તેમને આ નાણાંકીય સાધનોમાં રોકાણ કરવાથી પ્રતિબંધિત કરે છે. પરંતુ આપણેઆ પુરાવાઓને ડિબન્ક/ખંડિત કરવા જોઈએ અને આપણાનાણાં સંબંધિત બુદ્ધિપૂર્ણ પસંદગીઓ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટ કરવા વિશે સત્ય શીખવું જોઈએ.
તેને મોટા રોકાણની જરૂર છે
લોકો ઘણીવાર વિશ્વાસ કરે છે કે તેઓને સારા વળતર મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં નોંધપાત્ર રોકાણ કરવાની જરૂર છે. પરંતુ સત્ય તેનાથી વિપરીત છે. મ્યુચ્યુઅલ ફંડ્સ કમ્પાઉન્ડિંગના સિદ્ધાંત પર કામ કરે છે, જે તમને લાંબા ગાળાના રોકાણથી નોંધપાત્ર રિટર્ન આપવાની સુવિધા આપે છે.
તમે ખરેખર મ્યુચ્યુઅલ ફંડ હેઠળ નોંધપાત્ર રોકાણ કરી શકો છો, પરંતુ તે જરૂરી નથી. તમે તમારા માટે ₹ 500થી શરૂ થતી કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. જો તમે યુવાનિથી શરૂ કરી રહ્યા છો, તો તે તમને બજારમાં રહેવા અને રિટર્ન વધારવાનો વધુ સમય આપે છે. નાના માસિક અને નિયમિત રોકાણ સાથે, તમે પરિપક્વતા પર નોંધપાત્ર વળતર મેળવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ સુવિધાજનક છે, અને તમે તમારી આવકમાં વધારો થાય તેમ તમે એસઆઈપી(SIP) ની રકમ વધારી શકો છો.
કમ્બરસમ/બોજારુપ ડૉક્યુમેન્ટેશન
કેવાયસી(KYC) ડોક્યુમેન્ટેશન/દસ્તાવેજીકરણ પૂર્ણ કરવું એ સેબી(SEBI) દ્વારા કરવામા આવેલી એક વખતની ફરજિયાત કવાયત છે. તમે પ્રથમ વખત સેબી(SEBI) રજિસ્ટર્ડ મધ્યસ્થી દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. જો તમે બીજા મધ્યસ્થીને પછી સંપર્ક કરો છો તો તમારે તેની જરૂર નથી.
મ્યુચ્યુઅલ ફંડના પ્રથમ વખતના રોકાણકાર તરીકે, તમારે ‘તમારા ગ્રાહકને જાણો/નો યોર કસ્ટમર (KYC)’ ફોર્મ પૂર્ણ કરવાની જરૂર પડશે અને દરેક કેવાયસી(KYC) આવશ્યકતા દીઠ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે, જેમાં નિચેના દસ્તાવેજો શામેલ છે:
– ઓળખનો પુરાવો-પ્રુફ ઓફ આઈડેન્ટિટી (POI)
– સરનામાનો પુરાવો- પ્રુફ ઓફ એડ્રેસ (POA)
– નવીનતમ/લેટેસ્ટ ફોટો
તમારે ડિમેટ એકાઉન્ટની જરૂર છે
આ એક સામાન્ય ભૂલ છે કે જે સૌથી પહેલીવાર મોટાભાગના રોકાણકારો કરે છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો પાસે તેમના એકમોને ભૌતિક નિવેદનો અથવા ડિમટીરિયલાઇઝ્ડ ફોર્મેટમાં પ્રાપ્ત કરવાનો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે ડીમેટ એકાઉન્ટ ફરજિયાત નથી.
પ્રથમ વખતના રોકાણકારોને તેમની કેવાયસી(KYC) ઔપચારિકતા પૂર્ણ કરવી અને રોકાણની અરજી સાથે તેને સબમિટ કરવાની જરૂર છે. એકવાર તમારા કેવાયસી (KYC) દસ્તાવેજોની ચકાસણી થયા પછી, તમારી ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન/રોકાણ અરજી સ્વીકારવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે
લૉક-ઇન સમયગાળા સંબંધિત મિથ/માન્યતા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી અટકાવે છે. પરંતુ સત્ય એ છે કે કોઈપણ સમયે રોકડ પ્રવાહ પર આધારિત એક એસઆઈપી(SIP) રોકી/બંધ કરી શકે છે અને શરુ કરી શકે છે. જ્યાં સુધી તમે ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ (ઇએલએસએસ- ELSS)માં રોકાણ કર્યું નથી જે આવકવેરા અધિનિયમના 80સી અનુસાર ₹1.5 લાખ સુધીનો કર લાભ પ્રદાન કરે છે, જેનો ત્રણ વર્ષનો લૉક-ઇન સમયગાળો હોય છે, અન્ય મ્યુચ્યુઅલ ફંડ સુવિધાજનક/ફ્લેક્સીબલ હોય છે.
તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવાની જરૂર છે
મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાનું રોકાણ તમને કમ્પાઉન્ડિંગ/ચક્રવ્રુધ્ધીનો લાભ મેળવવાની મંજૂરી આપે છે. પરંતુ તે ફરજિયાત નથી. જેને ઝડપી રિટર્નની જરૂર હોય તે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકે છે. દરેક રોકાણના હેતુઓ માટે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે; ટૂંકા ગાળાના, મધ્યમ-મુદતના અથવા લાંબા ગાળાના. જે લોકો ટૂંકા ગાળાના રિટર્ન શોધી રહ્યા છે, તેઓ ટૂંકા ગાળાના ડેબ્ટ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. ઇક્વિટી ફંડ્સ લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્વેસ્ટ કરવાની સૌથી સરળ રીતોમાંથી એક છે, જ્યારે તમારી પાસે માર્કેટ વિશે મર્યાદિત જ્ઞાન હોય ત્યારે પણ. જો કે, અવધારણાઓ/ગેરસમજો ઘણીવાર રોકાણકારોને તેમના માટે શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ પસંદ કરવાથી અટકાવે છે. એકવાર તમે મ્યુચ્યુઅલ ફંડના મિથને ડિબન્ક કરો પછી, તમે એક બુદ્ધિપૂર્ણ પસંદગી કરી શકો છો અને એક યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ પસંદ કરી શકો છો.
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું તે વિશેની ટિપ્સ શોધી રહ્યા છો, તો નીચેની બાબતો તપાસો.
તમારું ઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય નક્કી કરો: તમારે તમારા ટૂંકા અથવા લાંબા ગાળાના લક્ષ્યો અનુસાર મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના પસંદ કરવાની જરૂર છે. જો તમે નિવૃત્તિ અથવા બાળકોની શિક્ષણની યોજના બનાવી રહ્યા છો, તો ઇક્વિટી-આધારિત મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ છે. જો ઉદ્દેશ ટૂંકા ગાળામાં હોય, તો તમારા રિટર્નને ડેબ્ટ ફંડ સાથે સુરક્ષિત કરો.
યોગ્ય રોકાણ વ્યૂહરચના પસંદ કરો
રોકાણની વ્યૂહરચના પસંદ કરવી તમારા લક્ષ્યોના આધારે સરળ બની જાય છે.
લાંબા ગાળા: જ્યારે તમે લાંબા ગાળા માટે રોકાણ કરી રહ્યા હો, ત્યારે ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરો જે કમ્પાઉન્ડિંગના આધારે ઉચ્ચ વળતર પેદા કરે છે. તમારે મ્યુચ્યુઅલ ફંડની શોધ કરવાની જરૂર પડશે જેને વૃદ્ધિ ભંડોળ તરીકે લેબલ કરવામાં આવે છે.
મિડ-ટર્મ: જો તમે 5-10 વર્ષની ઇન્વેસ્ટમેન્ટ અવધિ શોધી રહ્યા છો અથવા ઇક્વિટી ફંડમાં રોકાણ કરવાથી તમે નર્વસછો, તો તમારે સંતુલિત ફંડ્સની શોધ કરવી જોઈએ. આ ભંડોળ જોખમના પરિબળોને સંતુલિત કરવા માટે બોન્ડ્સમાં કોર્પસના એક નોંધપાત્ર ભાગનું રોકાણ કરે છે.
ટૂંકા ગાળા: જ્યારે તમે તમારા રોકાણના લક્ષ્યથી માત્ર થોડા જ વર્ષ દૂર હો, ત્યારે ડેબ્ટ/ઋણ ભંડોળમાં રોકાણ કરો. આ ભંડોળ ટોચના ડેબ્ટ/ઋણ સાધનોમાં રોકાણ કરે છે જે જોખમ ઘટાડે છે. ડેબ્ટ ફંડ્સ ડેબ્ટ/ઋણ સાધનોમાં 70-80 ટકા કોર્પસ/ભંડોળનું રોકાણ કરે છે.
સંશોધન યોગ્ય વિકલ્પો
તમારા ઉદ્દેશોના આધારે, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પસંદ કરો. સંભવિત રોકાણ વિકલ્પ પસંદ કરતી વખતે નીચે મુજબ સંશોધન કરો.
ભૂતકાળની કામગીરી: જોકે ભંડોળની ભૂતકાળની કામગીરી તેના ભવિષ્યના પ્રદર્શનની ગેરંટી આપતી નથી, પરંતુ તે સમજવા માટે એક સારો પ્રારંભિક બિંદુ છે કે શું અપેક્ષા રાખવી જોઈએ.
ખર્ચનો અનુપાત:ખર્ચનો અનુપાત/ગુણોતર એ એક શુલ્ક/ચાર્જ છે જે રોકાણકારોને ભંડોળના રોકાણ અને ભંડોળ વ્યવસ્થાપકની વળતર ખરીદવાના ખર્ચને આવરી લેવા માટે ચૂકવવાની જરૂર છે. જોકે મોટાભાગના ભંડોળ 1 અથવા 2 ટકાનો ખર્ચ અનુપાત ચાર્જ લે છે, પરંતુ તે ધ્યાન આપવું જરૂરી છે કારણ કે તે તમારા રિટર્નને બદલી શકે છે.
લોડ ફી: ખર્ચના અનુપાત જેમ, લોડ ફી પણ તમારા રોકાણ પરના વળતર પર પણ અસર કરી શકે છે. તમે નો-લોડ ફંડ પસંદ કરીને લોડ ફી ચૂકવવાનું ટાળી શકો છો.
મેનેજમેન્ટ: સક્રિય રીતે સંચાલિત ભંડોળનો હેતુ બજાર/માર્કેટ સૂચકને/ઈન્ડેક્સને હરાવવાનો અને નિષ્ક્રિય રીતે સંચાલિત ભંડોળ કરતાં વધુ ફી વસૂલવાનો છે. તેથી, તે એક સક્રિય અથવા નિષ્ક્રિય રીતે સંચાલિત ભંડોળ છે તેના આધારે, કુલ રોકાણ ખર્ચ અલગ હશે.
નિયમિતપણે રોકાણ કરવા માટે એક પ્લાન સેટ કરો
તમારા પૈસાના લક્ષ્યો સુધી પહોંચવા માટે સંપત્તિ વધારવા માટે, તમારે સમયાંતરે રોકાણ કરવા માટે એક પ્લાન વિકસિત કરવાની જરૂર છે જે તમારી વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો સાથે અનુરુપ છે. એસઆઈપી(SIP) સેટ કરવાથી તમને માત્ર શિસ્તબધ્ધ બનવામાં મદદ મળે છે પરંતુ તે રૂપિયા ખર્ચ સરેરાશ જેવા લાભો ઑફર કરે છે. વધુમાં, એસઆઈપી(SIP) બજારના જોખમને ઘટાડે છે.
હવે તમે મ્યુચ્યુઅલ ફંડ વિશે સત્ય શીખ્યા છો ત્યારે આત્મવિશ્વાસ સાથે રોકાણ કરવાનું શરૂ કરો.