અનામી બેરર્સના નામે જારી કરેલા શેરો, બેરર શેર તરીકે ઓળખાય છે. જારીકર્તા કંપની, માલિકની ઓળખ વિશે પરિચીતનથી. ચાલો આ શેર વિશે વધુ જાણીએ.
જ્યારે તમે શેર ખરીદો છો, ત્યારે કંપની તમને રસીદના રૂપમાં તમારી ખરીદીનો પુરાવો આપે છે, જેને ડિજિટલ શેર સર્ટિફિકેટ તરીકે માનવામાં આવે છે. 1996 થી, સેબી(SEBI) એ નિવેશકો/રોકાણકારો માટે ભૌતિક શેર પ્રમાણપત્રોને સમાપ્ત/નાબુદ કરતી વખતે તેમના બજારના સાધનોને/માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જાળવવા માટે ડિમેટ(DEMAT) એકાઉન્ટ ખોલવું ફરજિયાત બનાવ્યું હતુ. તેમ છતાં, કેટલાક લોકો આ પ્રમાણપત્રો/સર્ટિફિકેટ રોકાણથી ધરાવે છે, જે સેબી મેન્ડેટ/આદેશ પહેલાં કરવામાં આવે છે જ્યારે અન્ય લોકો પાસે શેર પ્રમાણપત્રો/સર્ટિફિકેટ પર તેમના નામો ઇમ્પ્રિન્ટ/લખાયેલા નથી. જે લોકોના શેર પ્રમાણપત્રો/સર્ટિફિકેટ પર નામ નથી તેઓ ને બેરર શેરના માલિક તરીકે ઓળખવામા આવે છે.
બેરર શેર શું છે?
આ એક ઇક્વિટી સિક્યોરિટીઝ છે જે સંપૂર્ણપણે વ્યક્તિઓ અથવા સંસ્થાઓનીમાલિકીની છે જે ભૌતિક શેર પ્રમાણપત્રો/સર્ટિફિકેટ ધરાવે છે. આ શેરો સામાન્ય રીતે “અનામ બેરર”ને જારી કરવામાં આવે છે. જો માલિકી મૂળ માલિક પાસેથી અન્ય ખરીદદારને ટ્રાન્સફર કરવામાં આવે તો શેર માલિક રજિસ્ટર્ડ નથી અથવા કોઈ કંપની ટ્રેક કરે છે. આ શેરના માલિકો તેને એક્સ્ચેંજ પર તેમજ ઓવર-ધ-કાઉન્ટર પર ટ્રાન્સફર કરી શકે છે, અને શેર ખરીદવા પર માલિકી અને સભ્યપદ ના અધિકારો પણ મેળવી શકે છે.
બેરર શેર અને માલિકીનો પુરાવો
બેરર શેર મુખ્યત્વે અનામી હોવાના કારણે, માલિકો તેની માલિકીના પુરાવા ખરીદીને બેંકો અથવા બ્રોકરેજ હાઉસ દ્વારા સંભાળી શકે છે. બેંકો અને બ્રોકર્સ પણ બેરર ના શેરહોલ્ડર્સને ડિવિડન્ડ્સની ચુકવણીમાં એક અભિન્ન ભૂમિકા ભજવે છે, કારણ કે તેઓ અને શેર જારી કરતી કંપની, ખરીદનારની વિગતો ધરાવતા નથી. શેર માલિકીની પુષ્ટિ કરવા સિવાય, કસ્ટોડિયન બેંકો, શેર જારી કરતી કંપનીની તરફથી વાર્ષિક મીટિંગ્સ, ડિવિડન્ડ પે-આઉટ્સ વગેરે વિશેની વિગતો પણ પ્રદાન કરે છે. વધુમાં, આ શેરોની ટ્રાન્સફર કરવાની ક્ષમતાને મર્યાદીત કરવું લગભગ અશક્ય છે કારણ કે શેરધારકો, વ્યાખ્યા મુજબ, અજ્ઞાત અથવા અનામત/અનામીક છે.
બેરર શેરના ફાયદાઓ
- આ શેરો માલિકોને સંપૂર્ણ ગોપનીયતા/પ્રાઈવેસી પ્રદાન કરે છે
સૌથી વધુ મૂળભૂત લાભ એ માલિકોની સંપૂર્ણ ગોપનીયતા હોઈ શકે છે. બેરરશેરહોલ્ડર્સ કંપનીમાં શેરની માલિકી સંબંધિત સૌથી વધુ ડિગ્રી અનામીતા મેળવી શકે છે. જ્યારે ખરીદીની સંભાળ/સંચાલીત કરતી બેંકો માલિકોની સંપર્ક માહિતીથી વાકેફ હોય છે, મોટાભાગના અધિકારક્ષેત્રોમાં, તેઓ ખરીદદારોની ઓળખ જાહેર કરવા માટે કાનૂની રીતે જવાબદાર નથી.વળી, રોકાણકારો વાસ્તવિક માલિકના કાયદા પેઢી જેવા વિવિધ પ્રતિનિધિઓ દ્વારા તેમની ખરીદી કરી શકે છે.
- આ ટ્રાન્સફર કરવામાં સરળ છે
આ શેરોની માલિકીનો અન્ય મુખ્ય લાભ/ફાયદો એ છે કે તમે તેને સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો. તમે તેમને શેર ખરીદવામાં રસ ધરાવતા વ્યક્તિને આપી શકો છો. જ્યારે તમે આ શેર વેચો છો, ત્યારે તમારે શેરના પ્રમાણપત્ર પર સૂચનો ટ્રાન્સફર કરવાની જરૂર નથી. તમે શેર સર્ટિફિકેટને ખરીદનાર અથવા વારિસને પણ ટ્રાન્સફર કરીને તમામ સંબંધિત અધિકારોને સુવિધાજનક રીતે ટ્રાન્સફર કરી શકો છો. સ્મૂથ/સરળ ટ્રાન્સફરની આ પ્રક્રિયા સ્ટૉક-પ્રદાન કરતી કંપનીના વહીવટી ભારને ઘટાડે છે અને મૂડી બજારોમાં લિક્વિડિટી વધારે છે.
બેરર શેર – ભારતમાં અને વિશ્વભરમાં કાનૂની વિક્ષેપો
જ્યારે બેરર શેર ને ગોપનીયતા પરવડે છે અને ટ્રાન્સફર કરવામાં સરળ છે, ત્યારે તેઓને નોંધપાત્ર રીતે અસુરક્ષિત માનવામાં આવે છે, ખાસ કરીને જો તેઓ ખોટા હાથમાં આવે તો. આ રીતે, વિશ્વભરના ઘણા દેશોએ આ શેરોની માલિકી પર પ્રતિબંધ લગાવ્યો છેઅથવા તેને અવરોધિત કર્યા છે. ભારતીય કાયદા હેઠળ, આ પ્રકારના શેરોની માલિકીની પરવાનગી/મંજુરી નથી. જો કે, તમે વિશ્વભરના સ્ટૉક્સ/શેરો માં રોકાણ કરી શકો છો, તેથી તમે આ શેર ઘણા યુરોપિયન અને દક્ષિણ અમેરિકન દેશોમાં ખરીદી શકો છો, પરંતુ તમારે વધારાના ખર્ચ કરવાની જરૂર પડી શકે છે.
દરેક ઇન્વેસ્ટમેન્ટની જેમ, બેરર શેરમાં પણ ગુણવત્તા અને ખામીઓ છે. ઇન્વેસ્ટ કરતા પહેલાં તમારે આનું મૂલ્યાંકન કરવું જ જોઈએ. વધુ માહિતી માટે, એન્જલ બ્રોકિંગ નિષ્ણાતનો સંપર્ક કરો.