સ્ટૉક માર્કેટ એ એક એવુ સ્થાન છે જ્યાં ઘણા સહભાગીઓ દ્વારા શેરો ખરીદવામાં અને વેચાણ કરવામાં આવે છે. રિટેલ રોકાણકાર સિવાય, અમુક લોકોના નામ માટે રોકાણ બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, હેજ ફંડ્સ, પેન્શન ફંડ્સ, ફોરેન ઈંસ્ટિટ્યુટ ઈન્વેસ્ટર્સ(વિદેશી સંસ્થાકીય રોકાણકારો) (એફઆઈઆઈ-FIIs), હાઈ નેટવર્થ ઈન્ડીવિજ્યુઅલ્સ (એચએનઆઈ-HNIs), કંપની પ્રમોટર્સ વગેરે જેવી મોટી સંસ્થાઓ છે. આ ઈંસ્ટિટ્યુસનલ ઈન્વેસ્ટર્સ/સંસ્થાકીય રોકાણકારો અને હાઈ નેટવર્થ ઈન્ડીવિજ્યુઅલ્સ જેવા હંમેશા ઊંડા ખીસ્સાઓ(પૈસા થી ભરેલા) અને બજારોના વિગતવાર જ્ઞાન સાથે આવે છે જે હમેશા રિટેલ રોકાણ્કારો ને ઉપલબ્ધ નથી. પરિણામસ્વરૂપે, આ મોટા રોકાણકારોના ટ્રેડિંગ પૅટર્ન્સ રિટેલ રોકાણકારો કરતા અલગ છે. મોટા અને સંસ્થાકીય રોકાણકારો દ્વારા દાખલ કરવામાં આવતા બે સામાન્ય પ્રકારના ટ્રાન્ઝૅક્શન બ્લૉક ડીલ્સ અને બલ્ક ડીલ્સ છે. જોકે બેય નામો સમાન લાગે છે, પરંતુ તેઓ હકીકતમાં એકબીજાથી ખૂબ જ અલગ છે.
બ્લૉક ડીલ
એક બ્લૉક ડીલ એક સિંગલ વેપાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં 5,00,000 કરતાં વધુ સંખ્યામાં શેર અને મૂલ્યમાં ₹10 કરોડથી વધુ હોય તેવા શેરનો ટ્રેડ થાય છે. બ્લૉક ડીલ માટેનું ન્યૂનતમ/ઓછામા ઓછુ મૂલ્ય ₹5 કરોડ છે પરંતુ 2017 માં સિક્યોરિટીઝ એન્ડ્ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી- SEBI)એ તેને વધારી ને ₹10 કરોડ કરી દીધું છે. બ્લૉક ડીલ વિન્ડો નામની વિશેષ ટ્રેડિંગ વિન્ડો દરમિયાન બ્લૉક ડીલ્સ અમલમાં મુકવામાં/ચલાવવામાં આવે છે. કારણ કે શેર માર્કેટમાં બ્લૉક ડીલ, એક અલગ ટ્રેડિંગ વિન્ડો દરમિયાન થાય છે તેથી તેઓ રિટેલ રોકાણકારને દેખાતા નથી. બ્લૉક ડીલ્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સમાં વૉલ્યુમ ચાર્ટ્સ પર પણ દેખાતી નથી. બ્લૉક ડીલ્સને નિયંત્રિત કરતા કેટલાક નિયમો આ છે:
- બ્લૉક ડીલ્સ સામાન્ય ટ્રેડિંગ કલાકો દરમિયાન અમલમાં મુકવામાં/ચલાવવામા આવશે નહીં પરંતુ માત્ર બ્લૉક ડીલ વિન્ડો તરીકે ઓળખાતી વિશેષ/ખાસ ટ્રેડિંગ વિન્ડો દરમિયાન ચલાવવામા આવશે. આ ટ્રેડિંગ વિન્ડો દરેક 15 મિનિટના બે શિફ્ટમાં કામ કરે છે:
– સવારે 8:45 AM થી 9:00 AM સુધી ની ટ્રેડિંગ વિન્ડો.
– દુપરાંત/બપોરે 2:05 PM થી 2:20 PM સુધી ની ટ્રેડિંગ વિન્ડો
- બ્લૉક સંદર્ભ ભાવ/કિંમત મુજબ બ્લૉક ડીલ્સ ટ્રાન્ઝૅક્શન કરવામાં આવે છે. ઑર્ડર માત્ર બ્લૉક સંદર્ભ કિંમતના 1% ( + અથવા -) સાથે મૂકી શકાય છે. બ્લૉક સંદર્ભ કિંમતની ગણતરી બેય ટ્રેડિંગ વિન્ડોઝમાંથી દરેક માટે અલગ રીતે કરવામાં આવે છે. સવારે ટ્રેડિંગ વિન્ડો માટે, તે છેલ્લા/પાછલા દિવસની અંતિમ પ્રાઈસ/કિંમત છે. દુપરાંત/બપોરે ટ્રેડિંગ વિન્ડો માટે, તે 1:45 થી 2:00 વાગ્યા વચ્ચે સંબંધિત સ્ટૉકની વૉલ્યુમ-વેઈટ સરેરાશ કિંમત છે.
- બ્લૉક ડીલ્સમાં બેજોડ/મેળ ન આવતા હોય તેવા ઑર્ડર કૅન્સલ કરવામાં આવે છે અને આગામી ટ્રેડિંગ વિન્ડોમાં ફોરવર્ડ કરવામાં આવતા નથી. આનો અર્થ એ છે કે જો સવારની વિંડોમાં મૂકવામાં આવેલ બ્લૉક ડીલ ઑર્ડર મૅચ થઈ શકતો નથી, તો તે કૅન્સલ કરવામાં આવે છે, અને તેને બાદમાં બપોરે ટ્રેડિંગ વિન્ડોમાં મોકલવામાં આવતો નથી.
બલ્ક ડીલ
બલ્ક ડીલ્સને કંપનીના કુલ લીસ્ટેડ/સૂચિબદ્ધ શેરોના ઓછામાં ઓછા 0.5% સામે લેવડદેવડ/વ્યવહાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બ્લૉક ડીલ્સથી વિપરીત, સામાન્ય ટ્રેડિંગ કલાકો દરમિયાન બલ્કડીલ્સ થાય છે અને તે બજારમાં બધા સહભાગીઓને દેખાય છે. તેઓ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સમાં વૉલ્યુમ ચાર્ટ્સ પર દર્શાવે છે અને વાસ્તવિક સમયે/રિઅલ ટાઈમ સ્ટૉકની કિંમતોને ગતિશીલ રીતે પ્રભાવિત કરે છે. બલ્ક ડીલ્સ ને અસર કરનાર દલાલ/બ્રોકર ને લેવડદેવડની રકમ, ઓળખ સહભાગીઓ વગેરે જેવી બલ્ક ડીલ્સની વિગતો વિશે બોર્સને જાણ કરવાની જરૂર છે. જ્યાં સુધી તે બ્લૉક ટ્રેડિંગ માટે નિર્ધારિત શરતોને સંતુષ્ટ કરે છે ત્યાં સુધી બ્લોક ટ્રેડિંગ વિંડોમાં પણ બલ્કડીલ ચલાવી શકાય છે. તેથી ઉદાહરણ તરીકે, જો કોઈ ચોક્કસ સ્ટૉકમાં ટ્રાન્જેક્શન,કંપનીના કુલ લીસ્ટેડ/સૂચિબદ્ધ શેરોના 0.5% કરતાં વધુ હોય અને મૂલ્યમાં ₹10 કરોડથી વધુ હોય, તો ટ્રાન્જેક્શન/લેવડદેવડમાં શામેલ પક્ષો પાસે તેને બ્લૉક ટ્રેડિંગ વિન્ડોમાં અથવા સામાન્ય બજાર કલાકો દરમિયાન અમલમાં મુકવાનો વિકલ્પ છે. જો પાર્ટીઓ ઈચ્છે છે કે ડીલની વીગતો, જ્યાં સુધી બોર્સ પર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી ખાનગી રહે, તો તેઓ બલ્કટ્રેડિંગ વિન્ડો ઑપ્શન પસંદ કરી શકે છે.
કિંમતો પર બલ્ક ડીલ્સ અને બ્લૉક ડીલ્સ ની અસર
બલ્કઅને બ્લૉક ડીલ્સ કોઈ ચોક્કસ સ્ટૉકમાં રસ વધારવા અથવા ઘટતા જતા હોવાનુસૂચક હોઈ શકે છે. જો કે, આ સિગ્નલની પ્રક્રિયા કોઈ અન્ય ટ્રેન્ડ અને ઇન્ડિકેટર્સ સાથે મેળવવાની જરૂર છે અને ટ્રેડિંગ નિર્ણય પર પહોંચવા માટે આ સિગ્નલની પ્રક્રિયા કરવી જરૂરી છે. એક બલ્કઑર્ડરના અમલીકરણ નો અર્થ એ નથી કે એક ચોક્કસ સ્ટૉક બલ્કવેપારની દિશામાં આગડ વધે તેવિસંભાવના છે. જોકે, કોઈ ચોક્કસ દિશામાં વારંવાર/પુનરાવર્તિત બલ્ક ટ્રાન્જેક્શન -પછી ખરીદી અથવા વેચાણ – બલ્કવેપારની દિશામાં સ્ટૉકમાં રુચિ દર્શાવતા હોઈ શકે છે.
તારણ
બ્લૉક ડીલ્સ અને બલ્ક ડીલ્સ એ સંસ્થાકીય રોકાણકારો, મોટા ભંડોળ અને એચએનઆઈ(HNIs) દ્વારા સ્ટૉક માર્કેટમાં મોટી માત્રામાં વ્યવહાર કરવા માટે ઉપયોગમાં લેવાતા બે પ્રકારના માર્કેટ ટ્રાન્જેક્શન છે. દરેક પાસે તેના પોતાના ફીચર્સ અને ફાયદાઓ છે. નિયમિત બજાર ના કલાકો દરમિયાન ટ્રાન્જેક્શન/લેવડદેવડ થતુ હોવાથી બલ્ક ડીલ્સ દરેકને દેખાય છે, બ્લૉક ડીલ્સ વિશેષ/ખાસ ટ્રેડિંગ વિન્ડોમાં ટ્રાન્જેક્શન/લેવડદેવડ કરવામાં થાયછે અને સંબંધિત પક્ષોને થોડી વધુ ગોપનીયતા/ગુપ્તતા પ્રદાન કરે છે. જો કે, બલ્ક ડીલ્સ ની દિવસના અંતમાં બોર્સને અને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવેલી માહિતીને પણ જાણ કરવાની જરૂર છે. રોકાણકારો તેમની ટ્રેડિંગ વ્યૂહરચનામાં એક સંકેત/ઈન્ડીકેટર તરીકે બલ્કઅને બ્લૉક ડીલ્સ પર ડેટાનો ઉપયોગ કરી શકે છે કારણ કે તેઓ વેપારની દિશામાં મોટા સહકારી રસ દર્શાવી શકે છે. જો કે, આ ડેટાનો સાવધાન સાથે ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે તે ઘણીવાર ગેરમાર્ગે દોરીશકે છે.