પશ્ચિમ/વેસ્ટર્ન માર્કેટમાં સ્ટૉક ટ્રેડિંગ વિકસિત થઈ ગયું છે, પરંતુ ભારતમાં, ઘણા બધા લોકો હજુ પણ તેને જુગાર માને છે. લોકપ્રિય ધારણા એ છે કે સ્ટૉક ટ્રેડિંગ એ સંભાવના/તક ની રમત છે. વાસ્તવિકતા ઘણી અલગ છે. જો કોઈ પણ તકનીકી ચાર્ટ્સનો યોગ્ય ઉપયોગ કરે છે અને પૂરતા જોખમ ઘટાડવાના પગલાં લે તો સ્ટૉક ટ્રેડિંગ એક રિવૉર્ડિંગ પ્રવૃત્તિ હોઈ શકે છે. સ્ટૉક મૂવમેન્ટ્સ ટેકનિકલ ચાર્ટ્સ પર વિવિધ પૅટર્ન્સ બનાવે છે જે ભવિષ્યની ક્રિયા કરવા માટે એક સિગ્નલ છે. સૌથી વિશ્વસનીય પેટર્ન ટ્રિપલ બોટમ પૅટર્ન છે. ચાલો ટ્રિપલ બોટમ ચાર્ટ પૅટર્નને સમજવાનો પ્રયત્ન કરીએ.
ટ્રિપલ બોટમ ચાર્ટ કેવી રીતે બનાવવામાં આવે છે?
જેમ નામ સૂચવે છે, એ પ્રમાણે ટ્રિપલ બોટમ ચાર્ટમાં ત્રણ બોટમ/લો હોય છે અને તે પ્રવર્તમાન ડાઉનટ્રેન્ડનું રિવર્સલ સિગ્નલ આપે છે. ટ્રિપલ બોટમ સ્ટૉક પૅટર્ન લાઇન, બાર અથવા કેન્ડલસ્ટિક ચાર્ટ પર બનાવી શકાય છે. તે એક બુલિશ/તેજીનુ રિવર્સલ પૅટર્ન છે અને તે નોંધપાત્ર ડાઉનવર્ડ પ્રાઈસ/ભાવ ટ્રેન્ડ પછી બને છે.
જ્યારે સલામતીના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ તે ચોક્કસ સ્તર/લેવલ થી બાઉન્સ થાય/પાછુ આવે છે ત્યારે પહેલા બોટમની રચના થાય છે. વેચાણકારો માર્કેટના નિયંત્રણમાં છે, પરંતુ સપોર્ટ લેવલની નીચે કિંમત/પ્રાઈસ લેવામાં અસમર્થ છે. બુલ્સ સપોર્ટ લેવલ પર કબજો લે છે અને કિંમત વધવાનું શરૂ થાય છે પરંતુ તે એક લેવલ સુધી પ્રતિરોધનો સામનો કરે છે. આ બુલ્સ બ્રેકઆઉટ પૉઇન્ટ થી વધુ કિંમત લઇ શકતા નથી.
કિંમત/ભાવ પ્રતિરોધને સ્પર્શ કરે છે, ભાડું નિયંત્રણ લે છે અને સપોર્ટ લેવલ તરફ કિંમત ઘટાડે છે પરંતુ ફરીથી તેને સપોર્ટ લેવલની નીચે લઈ જવામાં અસમર્થ છે. ત્યારે બીજા બોટમની રચના થાય છે.બુલ્સ ત્યાંથી આગળ વધે છે અને કિંમતને વધુ ડ્રાઇવ કરે છે/વધારે છે. એક પોઈન્ટ પછી, ભાર/બીઅર પ્રભાવશાળી બની જાય છે અને ભાવને સપોર્ટ લેવલ સુધી લઈ જાય છે. થર્ડ બોટમ રચના વખતે સપોર્ટ લેવલની નીચે કિંમત ચલાવવામાં ત્રીજી વખત ભાર/બીઅર નિષ્ફળ થાય છે અને ચાર્ટ પર, ટ્રિપલ બોટમ પૅટર્ન ક્લાસિકલ ઝિગઝેગ પૅટર્ન જેવું લાગે છે.
નોંધ કરવા માટેના પૉઇન્ટ્સ
ટ્રિપલ બોટમ રચાય છે અને કિંમત વધવાનુ શરૂ થાય છે, ત્યારે તે પ્રતિરોધને તોડે છે અને વધુ ઊચે જાય છે, જે ટ્રેન્ડને પરત/રિવર્સલ કરવાનું સિગ્નલ કરે છે. જો કે, અમુક કિસ્સાઓમાં, સુરક્ષાની કિંમત ટ્રિપલ બોટમ થી વધવાની શરૂ થાય તે પછી કિંમત/ભાવમા થોડો ઘટાડો થય શકે છે. ભાવમા થોડો ઘટાડો થય શકે છે, પરંતુ ચાર્ટ ચોથુ બોટમ બનાવશે નહીં અને સપોર્ટ કિંમતને સ્પર્શ કરતા પહેલાં વધવાનું શરૂ કરશે. ટ્રિપલ બોટમ ચાર્ટ પૅટર્ન ટ્રેડ કરવાની યોજના બનાવતા પહેલાં, તમારે કેટલાક પૉઇન્ટ્સને ધ્યાનમાં રાખવું જોઈએ.
ટ્રિપલ બોટમ એક બુલિશ/તેજીનુ રિવર્સલ પૅટર્ન છે અને તેથી આ પૅટર્નને અસરકારક બનાવવા માટે ડાઉનટ્રેન્ડ અસ્તિત્વમાં હોવી જોઈએ. હાલની ડાઉનટ્રેન્ડ વગર, ટ્રિપલ બોટમ સ્ટૉક પૅટર્નનો કોઈ અર્થ નથી.
ટ્રિપલ બોટમ અને સપોર્ટ ના ભાવ/કિંમત વચ્ચેની જગ્યા ટ્રિપલ બોટમ ચાર્ટના મહત્વપૂર્ણ ઘટકો છે. ત્રણેય બોટમ માટે સમાન જગ્યા રાખવી જોઈએ. ત્રણેય બોટમ ની કિંમત પણ સમાન હોવી જોઈએ. આદર્શ રીતે, ત્રણેય બોટમ ની કિંમત સમાન હોય છે.જો કે વાસ્તવિકતામાં, કિંમતો ઓછામાં ઓછી તે સ્તરે હોવી જોઈએ જ્યા ટ્રેન્ડલાઇન આડી હોય છે.
ત્રીજી મહત્વપૂર્ણ વિચારણા માર્કેટ ના સોદાઓનું પ્રમાણ છે. તે રિવર્સલ પૅટર્નહોવાથી, દરેક બોટમ સાથે વોલ્યુમ ઘટવુ જોઈએ. પ્રથમ બોટમ ના સમયગાળા દરમિયાન વૉલ્યુમ સૌથી ઉચ્ચતમ/વધુ હશે અને ધીરે ધીરેઘટશે,, જે ભાડા ની નબળાય નુ નું સિગ્નલ કરશે.
ટ્રેડ કેવી રીતે કરવું?
ટ્રિપલ બોટમ ચાર્ટ પૅટર્ન એક વિશ્વસનીય પૅટર્ન છે પરંતુ વધારાના કન્ફર્મેશન સિગ્નલ્સ વગર પગલા લેવાનું યોગ્ય નથી. ટ્રેડર્સોએ સંબંધિત શક્તિ ઈંડીકેટર/સૂચક જેવા સૂચકો પર ધ્યાન આપવું જોઈએ અને જો સ્ટૉકમાં ઓવરસોલ્ડ ઇન્ડેક્સ હોય, તો કોઈપણ વ્યક્તિએ વેપાર/ટ્રેડ માં પ્રવેશ કરવું જોઈએ. જો ટ્રિપલ બોટમ બનાવવામાં આવતા પહેલાં સ્ટૉકમાં ઓવરસોલ્ડ રિલેટિવ સ્ટ્રેન્થ સંબંધિત શક્તિ ઈંડીકેટર/સૂચક હોય અને ભાવ/કિંમત બ્રેકઆઉટના સ્તર/લેવલ ને પાર કરે છે, તો કોઈપણ વ્યક્તિ લાંબી સ્થિતિ લઈ શકે છે.
તારણ
જ્યારે પેટર્ન્સ ભવિષ્યના કિંમતના ચળવળ/હલનચલન વિશે મૂલ્યવાન માહિતી આપે છે, ત્યારે કોઈએ સંપૂર્ણપણે ચાર્ટ પૅટર્ન પર ભરોસો ન કરવો જોઈએ. અન્ય ઘણા પરિબળો ની પણ કિંમતના ચળવળ/હલનચલન પર અસર પડે છે. ઉદાહરણ તરીકે, ડબલ બોટમ પૅટર્ન કેટલીકવાર નિષ્ફળ જાય છે અને પ્રતિરોધ સ્તર/લેવલ પર કિંમત/ભાવ તૂટી જાય તે પહેલાં ટ્રિપલ બોટમ ચાર્ટ બની જાય છે. તે જ રીતે, ટ્રિપલ બોટમ પેટર્ન કેટલાક ઘટનાઓમા નિષ્ફળ થઈ શકે છે અને ટ્રેડર્સોએ પોઝિશન લેતા પહેલાં વૉલ્યુમ, કિંમત/ભાવ અને સ્પેસિંગ જેવી વધારાની માહિતી લેવી જોઈએ.